1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર બે મહિનામાં એક હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર બે મહિનામાં એક હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર બે મહિનામાં એક હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી

0
Social Share

અમદાવાદ: શહેરના સરદાર પટેલે આંતરરાષ્ટ્રીય અને ડોમાસ્ટિક એરપોર્ટ પર એર ટ્રાફિકમાં વધારો તઈ રહ્યો છે. હવે એરપોર્ટ 24 કલાક ધમધમતું જોવા મળી રહ્યું છે, વિદેશી ફ્લાઈટસની ફ્રિકવન્સી પણ વધી રહી છે. ખાનગી ચાર્ટડ પ્લેનની આવન-જાવન પણ વધી રહી છે. છેલ્લા બે મહિનામાં હજારથી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી હતી,

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર ચાર્ટર ફ્લાઈટ્સની અવરજવરમાં વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ અને મે (25 મે સુધી) દરમિયાન સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1075 ચાર્ટર ફ્લાઈટ ઉપડી હતી. એટલે કે, દર મહિને 550 ફ્લાઈટ ઉપડી હતી. બંને મહિનાઓમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચો તેમજ VIP અને કોર્પોરેટ વિઝિટના લીધે ચાર્ટર પ્લેનની અવરજવરમાં 20 ટકાનો વધારો થયો હતો. આ જ પ્રકારની ચાર્ટર ફ્લાઈટની અવરજવર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જોવા મળી હતી. આ મહિનાઓ દરમિયાન ચૂંટણી, ડિફેન્સ એક્સપો, પ્રમુખ સ્વામી મહોત્સવ યોજાયો હતો. જેમાં ભાગ લેવા ભક્તો અને VVIPઓ ચાર્ટર ફ્લાઈટ્સ થકી આવ્યા હતા. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 750 ચાર્ટર ફ્લાઈટ્સ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, જેની સંખ્યા એપ્રિલ અને મેમાં વધીને 1075 થઈ હતી

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મુંબઈ સહિતના નજીકના મોટા એરપોર્ટ પર પાર્કિંગની મર્યાદિત સુવિધા અને ઊંચા ચાર્જીસને લીધે શહેરના  સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નોંધપાત્ર એર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. 25 મેએ એક જ દિવસમાં 27 ચાર્ટર એરક્રાફ્ટ સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. કેટલીકવાર ડિપ્લોમેટ્સ અને વીવીઆઈપીઓની મુલાકાતને લીધે ઈન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઈટ્સમાં પણ વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર કુલ ટ્રાફિકના 8થી10 ટકા ટ્રાફિક ઈન્ટરનેશનલ ચાર્ટર એરક્રાફ્ટની અવરજવરથી આવે છે. તાજેતરના મહિનાઓમાં 86 ઈન્ટરનેશનલ ચાર્ટર પ્લેન શહેરના એરપોર્ટ પર લેન્ડ અને ટેકઓફ થયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code