
કોરોનાના નવા સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દરરોજ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા.
હાલ દેશમાં કોરોનાના 64 હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે તેજ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 212.39 કરોડથી વધારે કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. 12થી 14 વર્ષની ઉંમરના કિશોરોને કુલ4 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 88.58 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.52 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.