1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફીસ પર છવાઈ – વિતેલા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળ, બે દિવસમાં 125 કરોડનો આંકડો પાર
ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફીસ પર છવાઈ – વિતેલા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળ, બે દિવસમાં 125 કરોડનો આંકડો પાર

ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફીસ પર છવાઈ – વિતેલા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળ, બે દિવસમાં 125 કરોડનો આંકડો પાર

0
Social Share
  • શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર કરી રહી છએ કમાલ
  • માત્ર 2 દિવસમાં 100 કરોડની કલ્બમાં સામેલ
  • ભારતમાં 2 દિવસમાં 70 કરોડનો આકડો પાર
  • વિશ્વભરની કમાણી 125 કરોડને પાર પહોંચી

મુંબઈઃ- તાજેતરમાં જ 25 જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનની ખૂબ જ ચર્ચિત ફિલ્મ પઠામ રિલીઝ થી હતી. ફિલ્મના સોંગ પણ ઘણો વિવાદ છેડાયો હતો જેને લઈને ફિલ્મ પર તેની અસર પડી શકે તેવી શક્યતાઓ હતી જો કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મના જરેક શો એડવાન્સમાં બુક થઈ જતા ફિલ્મ સુપર હિટ જવાની શક્યતાઓ દર્શાઈ હતી અને બન્યુ પણ એવું જ આ ફિલ્મ હવે બોક્સ ઓફીસ પર કમાલ કરી રહી છે.

ફિલ્મ’પઠાણે’ ભારતમાં શરૂઆતના દિવસે 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો શાહરૂખની ફિલ્મે 106 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે બીજા દિવસે એટલે કે ગણતંત્ર દિવસ પર ‘પઠાણે’ ભારતમાં લગભગ 70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ હિસાબે ‘પઠાણ’એ બે દિવસમાં 125 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.

આ સહીત આ ફિલ્મના તમિલ અને તેલુગુ વર્ઝનએ બીજા દિવસે 4.50 કરોડથી 5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ ઓફિસ પર જોરદાર કમાણી કરી  રહી છે. ભારતમાં લિમિટેડ થિયેટરોમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતા જ ફટાફટ સીટ બૂક થઈ  હતી યશરાઝ બેનર હેઠળ બનેલી આ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગઇ છે. પહેલા એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થયુ હતું

બોક્સ ઓફિસ ઈન્ડિયા પ્રમાણે, પઠાણના હિન્દી વર્ઝને બીજા દિવસે 70 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘પઠાણ’ બીજા દિવસે આટલી કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની છે. તેણે એક ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મને કેરળમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે ત્યાંથી 1.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે.
‘પઠાણ’ની એડવાન્સ બુકિંગમાં છ લાખ 63 હજારથી વધુ ટિકિટ વેચાઈ છે. હિન્દી ફિલ્મની રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં વેચાયેલી ટિકિટની આ સૌથી વધુ સંખ્યા છે. ફિલ્મ પઠાણના ઓપનિંગ ડે વધુ સારી કમાણી કરી  હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મને જર્શકો ખૂબ જ વખાણી રહ્યા છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code