
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જહાંગીર આઉટસાઇડ ઓપન આર્ટ ગેલરી ખાતે કલાકારોની કૃર્તિઓના પ્રદર્શનનું આયોજન
અમદાવાદઃ કલાકારો પોતાની કલા દુનિયા સમક્ષ રજૂ કરી શકે તેવી પ્રશંનીય કામગીરી મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કરવામાં આવે છે. દરમિયાન મુખૌટે દ્વારા મુંબઈ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જહાંગીર આઉટસાઈડ ઓપન આર્ટ ગેલરીમાં 37થી વધારે કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટી જી.જે.પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી શ્રીમતી કોકીલા જી. પટેલ છે. મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન લલિતકલા કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવ્યું છે તેમની કૂશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે… “કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
ફાઉન્ડેશનમાં 300 થી વધુ રજિસ્ટર્ડ કલાકારો છે. વર્ષ 2022માંનું આ રાષ્ટ્રીય કક્ષાનુ બીજુ વખત “મુખૌટે -13” પ્રદર્શનનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન ‘મુખૌટે -13’ જહાંગીર આર્ટ ગેલેરીઆર્ટ (આઉટ સાઇડ) મુંબઈ. ખાતે પ્રદર્શન શરૂ થશે. તા. 19-12-2022 થી 25-12-2022 સુધી સમય: સવારે 11 થી સાંજે 6. જેમાં 37 જેટલા કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. મુંબઈમાં આર્ટ પ્લાઝા ગેલેરી, જહાંગીર આર્ટ ગેલેરી બહાર, કાલા ઘોડા ખાતે કલાકારોને તેમનું કાર્યપ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે!
પ્રદર્શનના મુખ્ય મહેમાન બાબુભાઈ મિસ્ત્રી (પ્રખ્યાત કલાકાર), ગાયત્રી મહેતા (પ્રખ્યાત કલાકાર અને મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવશે.
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અનેસિનિયર આર્ટિસ્ટની કલા એકસાથે એક જ જગ્યાએ રજુ થાય, તે ઉપરાંત જાણીતા આર્ટિસ્ટના લાઈવ ડેમોસ્ર્ટેશન ગેલેરીમાં જોઈને નવોદિત કલાકારો નવું શીખીને કલામાં આગળ વધી શકે તે મુખ્ય હેતુ સાથે આ ગ્રુપ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેછે.