1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈ સાયબર ફ્રોડનો પર્દાફાશ: 300થી વધુ સિમ કાર્ડ વેચનાર એજન્ટની ધરપકડ
મુંબઈ સાયબર ફ્રોડનો પર્દાફાશ: 300થી વધુ સિમ કાર્ડ વેચનાર એજન્ટની ધરપકડ

મુંબઈ સાયબર ફ્રોડનો પર્દાફાશ: 300થી વધુ સિમ કાર્ડ વેચનાર એજન્ટની ધરપકડ

0
Social Share

મુંબઈ, 13 માર્ચ 2026: મુંબઈ પોલીસની નોર્થ રિજનલ સાયબર સેલે સાયબર અપરાધના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને 25 વર્ષીય પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) એજન્ટની ધરપકડ કરી છે. આ આરોપીએ નિર્દોષ લોકોના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને 300થી વધુ સિમ કાર્ડ સાયબર ઠગોને વેચ્યા હતા, જેનો ઉપયોગ દેશભરમાં ઓનલાઈન છેતરપિંડી માટે કરવામાં આવતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું નામ કમલ પુખરાજ કુલદીપ છે. તે ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે POS એજન્ટ તરીકે કામ કરતો હતો. કુલદીપે અનેક લોકોની જાણ બહાર તેમના આધાર કાર્ડની વિગતો મેળવી અને તેના આધારે સિમ કાર્ડ ઈસ્યુ કરાવીને સાયબર ગુનેગારો સુધી પહોંચાડ્યા હતા. આ સિમ કાર્ડનો ઉપયોગ કરીને ઠગાઈનું વિશાળ નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સિમ કાર્ડનો ઉપયોગ કરીને ગોરેગામના 66 વર્ષીય વૃદ્ધ (જે પશ્ચિમ રેલવેના નિવૃત્ત આસિસ્ટન્ટ ઓફિસર છે) ને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઠગોએ પોતાની ઓળખ કાયદાકીય એજન્સીના અધિકારી તરીકે આપીને વૃદ્ધને ‘ડિજિટલ ધરપકડ’નો ડર બતાવ્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે વૃદ્ધનું નામ ગંભીર કેસમાં સામેલ છે અને જો તેઓ સહયોગ નહીં આપે તો તેમને જેલ થશે. ડરના માર્યા વૃદ્ધે અલગ-અલગ ખાતામાં 29 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

સાયબર સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીએ હજુ કેટલા સિમ કાર્ડ જારી કર્યા છે અને આ આખા રેકેટમાં કોણ-કોણ સામેલ છે, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. દરમિયાન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ડરામણા કોલથી ગભરાવું નહીં. ‘ડિજિટલ ધરપકડ’ કે તપાસના નામે પૈસાની માંગણી કરે તો તરત જ સાવધ થઈ જવું. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ખાતરી કરવી. તેમજ આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર પર જાણ કરવી.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં હવે AI કરશે કેસ લિસ્ટીંગ અને બેન્ચ ફાળવણીનું કામ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code