મુંબઈ: મુંબઈના ધારાવી સાયન-માહિન લિંક રોડ પર માહિમ ગેટ નજીક નવરંગ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ દૂર સુધી જોઈ શકાતી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવા માટે દાદર, બીકેસી, બાંદ્રા અને શિવાજી પાર્ક ફાયર સ્ટેશનના ફાયર એન્જિનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ રેલવે ટ્રેક પાસે લાગી છે, અને આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેના કારણે 60 ફૂટ રોડ પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે. ટ્રેક નજીક આગ ફેલાતાં પશ્ચિમ રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાંચ ટ્રેનોને નિયંત્રિત કરવામાં આવી છે અને હાલમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે રાહ જોઈ રહી છે. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.

