1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈઃ રિયાધથી આવેલા મીટ ગ્રાઇન્ડરમાંથી 2.89 કરોડનું સોનું પકડાયું, બેની ધરપકડ
મુંબઈઃ રિયાધથી આવેલા મીટ ગ્રાઇન્ડરમાંથી 2.89 કરોડનું સોનું પકડાયું, બેની ધરપકડ

મુંબઈઃ રિયાધથી આવેલા મીટ ગ્રાઇન્ડરમાંથી 2.89 કરોડનું સોનું પકડાયું, બેની ધરપકડ

0
Social Share

મુંબઈ, 24 જાન્યુઆરી 2026: મુંબઈના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ સોનાની દાણચોરી કરતા તસ્કરોની ચાલાકી પર પાણી ફેરવી દીધું છે. એક મોટી કાર્યવાહીમાં DRI મુંબઈની ટીમે આંતરરાષ્ટ્રીય કુરિયર મારફતે લાવવામાં આવેલું 1.815 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 2.89 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ સોનું સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈના ઈન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર આવ્યું હતું. ડીઆરઆઈએ કરોડોનું સોનુ જપ્ત કરીને બે શખ્સોને ઝડપી લીધા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લવા માટે કવાયત શરૂ કરી છે. ડીઆરઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિયાધથી આવેલા એક પાર્સલ પર DRI અધિકારીઓની નજર પડી હતી. કાગળ પર આ પાર્સલમાં ‘મીટ ગ્રાઇન્ડર’ મશીન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ પાર્સલ સામાન્ય લાગતું હતું, પરંતુ ગુપ્ત બાતમી અને અધિકારીઓની શંકાને આધારે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે અધિકારીઓએ મીટ ગ્રાઇન્ડર મશીન ખોલીને જોયું તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

મશીનના ગિયરના અંદરના ભાગમાં અત્યંત ચાલાકીપૂર્વક સોનાના 32 જેટલા નાના-નાના ટુકડા છુપાવવામાં આવ્યા હતા. કુલ મળીને 1815 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેને જપ્ત કરવામાં આવ્યું છે. સોનાની સાથે દાણચોરી માટે ઉપયોગમાં લેવાયેલું મીટ ગ્રાઇન્ડર મશીન પણ કબજે કરાયું છે. DRI એ ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. બે પૈકી એક આરોપી આ કુરિયરની ડિલિવરી લેવાનો હતો. જ્યારે બીજા આરોપીએ બોગસ અથવા અન્ય વ્યક્તિના KYC દસ્તાવેજોની વ્યવસ્થા કરી કુરિયર ક્લિયર કરાવવામાં મદદ કરી હતી.

આ પણ વાંચોઃબનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code