Site icon Revoi.in

પાલનપુરમાં નગરપાલિકાએ બાકી પ્રોપર્ટી ટેક્સધારકોની 9 દુકાનો કરી સીલ

Social Share

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  શહેરની નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેની સામે સિલિંગ કરીને વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના સીટીલાઈટ રોડ પર આવેલી 9 દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ દુકાનો સીટીલાઈટ રોડ પર પ્રથમ માળે આવેલી છે. લાંબા સમયથી વેરો બાકી હોવાને કારણે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી કરવેરા વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. કોમર્શિયલ પ્રોપર્ટીધારકો પણ વેરો ભરતા નથી.તેમની સામે નોટિસ આપ્યા બાદ સિલિંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેરો ભરવામાં વિલંબ કરનારા સામે સખ્ત પગલાં લેવાશે. આ સીલિંગની કામગીરી આજે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 7 કલાકથી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશ જોશી, મહેન્દ્ર ડામોર, પ્રવીણ ડાભી, દશરથજી ઠાકોર અને બિપિન પરમાર સહિતના અધિકારીઓ જોડાયા હતા

Exit mobile version