1. Home
  2. ગુજરાતી
  3. વર્ષો પછી ફરી જોવા મળશે મુન્નાભાઈ અને સર્કિટની જોડી,સંજય દત્તે પોસ્ટર શેર કરી આપી માહિતી
વર્ષો પછી ફરી જોવા મળશે મુન્નાભાઈ અને સર્કિટની જોડી,સંજય દત્તે પોસ્ટર શેર કરી આપી માહિતી

વર્ષો પછી ફરી જોવા મળશે મુન્નાભાઈ અને સર્કિટની જોડી,સંજય દત્તે પોસ્ટર શેર કરી આપી માહિતી

0

મુંબઈ:તમને મુન્નાભાઈ અને સર્કિટની જોડી તો યાદ જ હશે.આ પરફેક્ટ અને સૌથી મનપસંદ જોડી ફરી એકવાર જોવા માટે તૈયાર થઈ જાઓ.જી હા, સંજય દત્ત અને અરશદ વારસી ફરી એકવાર સાથે જોવા મળવાના છે.સંજય દત્તે એક પોસ્ટર શેર કરીને આ વિશે માહિતી આપી છે.

ફેન્સ ઘણા સમયથી સંજય દત્ત અને અરશદ વારસીની મુન્નાભાઈ 3ની રાહ જોઈ રહ્યા છે. ગણતંત્ર દિવસના અવસર પર, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે,મુન્નાભાઈ એમબીબીએસ ટૂંક સમયમાં જ સિક્વલ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે.તેનું પોસ્ટર પણ સંજય દત્તે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

આ પોસ્ટરમાં સંજય અને અરશદ જેલમાં જોવા મળી રહ્યા છે.બંનેએ કેદીઓના કપડા પહેર્યા છે અને તેઓ પરેશાન જોવા મળે છે.જોકે, સંજય દત્ત અને મેકર્સ દ્વારા હજુ સુધી ફિલ્મનું ટાઈટલ જાહેર કરવામાં આવ્યું નથી.પરંતુ અરશદ અને સંજયનો લુક જોઈને લાગે છે કે આ વખતે આ સિક્વલમાં કંઈક ખીચડી પકાવવાની છે.

https://www.instagram.com/p/Cn3lUj0vkmW/?utm_source=ig_embed&utm_campaign=loading

ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.જે પછી વર્ષ 2006માં ‘લગે રહો મુન્ના ભાઈ’ આવી.આ ફિલ્મે પણ દર્શકોને ખૂબ હસાવ્યા હતા. ત્યારે હવે ટૂંક સમયમાં ચાહકો તેની ત્રીજી સિક્વલ પણ જોઈ શકશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.