1. Home
  2. ગુજરાતી
  3. N95 , સર્જિકલ અને ફેબ્રિક માસ્ક વચ્ચે શું છે તફાવકત – જાણો કેટલો ફાયદો અને કેટલું નુકશાન
N95 , સર્જિકલ અને ફેબ્રિક માસ્ક વચ્ચે શું છે તફાવકત – જાણો કેટલો ફાયદો અને કેટલું નુકશાન

N95 , સર્જિકલ અને ફેબ્રિક માસ્ક વચ્ચે શું છે તફાવકત – જાણો કેટલો ફાયદો અને કેટલું નુકશાન

0
Social Share
  • સૌથી બેસ્ટ માસ્ક છે એન95
  • કાપડના માસ્કને વારંવાર ઉપયોગમાં ન વેલું જોઈએ
  • વાલ્વ વાળા માસ્કનો ઉપયોગ ટાળવો

સમગ્ર વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના અવનવા વેરિેન્ટે હાહાકાર મચાવ્યો છે ,જેને લઈને માસ્ક પહેરવું રજિયાત છે, લોકો માટે દિન-પ્રતિદિન ભયનું કારણ બનતા કોરોનાના નવા ફેરફારોને જોતા, લોકો એ વાતને લઈને એકદમ મૂંઝવણમાં છે કે કયો ફેસ માસ્ક તેમને કોરોનાથી બચાવવામાં વધુ સારો સાબિત થઈ શકે છે.

જો કે, COVID-19 ની વર્તમાન પરિસ્થિતિમાં, નિષ્ણાતો વાયરસના સંપર્કને રોકવા માટે ડબલ માસ્કિંગ કેરી કરવાની સૂચના આપે છે. આમ છતાં, કોરોનાથી દૂર રહેવા માટે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કમાં જે માસ્કની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે N-95 માસ્ક છે. આવી સ્થિતિમાં, N95 માસ્ક, કપડાના ફેસ માસ્ક અને સર્જિકલ માસ્ક વચ્ચે શું તફાવત છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
N95 રેસ્પિરેટર્સ એ PPE છે. તે ટાઈટ સીલ ફેસ માસ્ક છે જે 0.3 માઇક્રોન કણોમાંથી 95 ટકા ફિલ્ટર કરી શકે છે. તે અન્ય માસ્ક અથવા તેમની પાતળી સામગ્રીના છૂટક છેડામાંથી સરકી જતા રજકણ સામે રક્ષણ પૂરું પાડે છે. તે પહેરનાર અને સંક્રમિત વ્યક્તિની આસપાસ ઊભેલી વ્યક્તિ બંનેને રક્ષણ પૂરું પાડે છે. આ માસ્ક હેલ્થ કેર વર્કર્સ અને કન્સ્ટ્રક્શન સાઈટ વર્કર્સ માટે બનાવવામાં આવ્યું છે.

N-95 રેસ્પિરેટર્સ કે જેમાં ખાસ પ્રકારનો વાલ્વ હોય છે. માસ્ક કે જે આગળના ભાગમાં વાલ્વ લગાવેલો હોય છે. એટલે કે જેની પાસે વન વે વાલ્વ છે તે પણ પહેરવાનું ટાળવું જોઈએ. આ માસ્ક તમારા સામે વાયરસના કણના નાના ટીપાં સામે રક્ષણ આપતા નથી. એટલા માટે આવા માસ્ક પહેરવા યોગ્ય નથી.

સર્જિકલ માસ્ક એ છૂટક ફિટિંગ માસ્ક છે જે પહેરનાર અને સંક્રમિત વ્યક્તિ અથવા નજીકના સંભવિત દૂષકો વચ્ચે ભૌતિક અવરોધ ઊભો કરીને આશરે 60 ટકા શ્વસન કણોને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો ઉપયોગ કર્યા પછી તેનો નિકાલ કરવો આવશ્યક છે.

કાપડનું માસ્ક ડ્રોપલેટ સ્પ્રેને 8 ફૂટથી 2.5 ઇંચ સુધી ઘટાડી શકે છે. હોમમેઇડ કાપડના માસ્કની અસરકારકતા મોટે ભાગે તેની ડિઝાઇન પર આધારિત છે. નિષ્ણાતોના મતે, લેયર્ડ કોટન ક્લોથ માસ્કનો ઉપયોગ વાયરસને તમારા શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે કરી શકાય છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code