1. Home
  2. ગુજરાતી
  3. દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ
દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ

દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ

0
Social Share

નવી દિલ્હીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાનો પ્રિય ચહેરો છે. બીજી તરફ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા ઘણા પાછળ છે. ચાર રાજ્યો – આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ – અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, જ્યાં 2021 માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યાં હાથ ધરવામાં આવેલા વિશેષ સર્વેક્ષણ દરમિયાન આ વાત સામે આવી છે.

ગયા વર્ષે જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશમાં વડાપ્રધાન પદ માટે મોદી પ્રથમ પસંદગી છે. જો કે તમિલનાડુ અને કેરળમાં પીએમના ફેવરિટ ચહેરા તરીકે રાહુલ ગાંધી મોદીથી પાછળ નથી. આ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 120 લોકસભા બેઠકો છે અને ભાજપ આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં મજબૂતાઈ મેળવી રહ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કોણ લાગે છે, તો આસામના 43 ટકા લોકોએ મોદીને સમર્થન આપ્યું હતું. તેમના પછી કેજરીવાલ (11.62 ટકા) અને રાહુલ ગાંધી (10.7 ટકા) હતા. કેરળમાં, જ્યાં રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી, 28 ટકા લોકોએ કહ્યું હતું કે મોદી તેમની પસંદગી છે. તે પછી રાહુલ ગાંધી (20.38 ટકા) અને કેજરીવાલ (8.28 ટકા) આવે છે.

તમિલનાડુમાં, જ્યાં કોંગ્રેસ શાસક ડીએમકેની ગઠબંધન ભાગીદાર છે, 29.56 લોકોએ પીએમ પદ માટે મોદી ઉપર પસંદગી ઢોળી હતી. રાહુલ ગાંધી (24.65 ટકા), જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી 5.23 ટકા સાથે ત્રીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળમાં, મોદીને 42.37 ટકા લોકોએ વડા પ્રધાન તરીકે પસંદ કર્યાં હતા. જ્યારે મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (26.08 ટકા) અને રાહુલ ગાંધી (14.4 ટકા) હતા.

પુડુચેરીમાં, 49.69 લોકોએ મોદી ઉપર પસંદગી ઉતારી હતી. જ્યારે 11.8 ટકાએ કહ્યું કે તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓને પસંદ કરે છે. રાહુલ ગાંધીનું એપ્રુવલ રેટિંગ 3.22 ટકા હતું. આ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એકસાથે લઈને, મોદીને 49.91 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું, ત્યારબાદ રાહુલ ગાંધી (10.1 ટકા), કેજરીવાલ (7.62 ટકા), કોંગ્રેસના અન્ય નેતાઓ (5.46 ટકા) અને બેનર્જી (3.23 ટકા) લોકોએ પસંદ કર્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code