Site icon Revoi.in

નરેન્દ્ર મોદી બ્રિટનના PM કીર સ્ટાર્મરને મળ્યાં, બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ ઉપર હસ્તાક્ષર કરાયાં

Social Share

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઈડેટ કિંગડમના પ્રવાસે ગયા છે. એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે ભારત અને બ્રિટન વચ્ચે એક ઐતિહાસિક મુક્ત વ્યાપાક સમજોતા એટલે કે એફટીએ પણ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટીશ પીએમ કીર સ્ટારમરને લંડન નજીક ચેકર્સમાં મુલાકાત કરી હતી.

ભારત અને યુકે વચ્ચે થયેલા કરારથી બંને દેશો વચ્ચે આર્થિક વિકાસ અને રોજગારની નવી તકો ઉભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ભારતીય યુવાનો માટે ખુબ લાભદાયી સાહિત થશે, કેમ કે આનાથી તેમના આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરવાનો અવસર વધશે.

સરકારી અધિકારીઓના મતે, આ કરારથી માહિતી ટેકનોલોજી (IT), IT-સેવાઓ, નાણાકીય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ (જેમ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ), અને શિક્ષણ સંબંધિત સેવાઓને સીધો ફાયદો થશે.

કરાર હેઠળ, ભારતના શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રો જેમ કે કાપડ, ચામડું, ફૂટવેર, ફર્નિચર, રત્નો અને ઝવેરાત અને રમતગમતના સામાનને યુકે બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે. હાલમાં, યુકે દર વર્ષે 23 બિલિયન ડોલરથી વધુ મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરે છે, જે ભારતના ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો કરી શકે છે.