Site icon Revoi.in

નરેન્દ્ર મોદી બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતિકાલે બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકરોને “મેરા બૂથ સબસે મજબૂત” અભિયાનમાં જોડાવા અને તેમના સૂચનો રજૂ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ કેટલાક પાર્ટી કાર્યકરો સાથે તેમના સૂચનો વિશે સીધી વાત પણ કરશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રચાર પણ વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. એનડીએમાં બેઠકની વહેંચણીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા બાદ પાર્ટી વહેંચણીને લઈને સહમતી સમાઈ હતી. બીજી તરફ કોંગ્રેસ અને આરજેડી સહિતના પક્ષોમાં પણ બેઠકોની લઈને ચર્ચા ચાલી રહી છે.