
73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી: સૈન્યના શક્તિ પ્રદર્શન, ટેબ્લોની આનંદદાયક પ્રસ્તુતિથી વાયુસેનાના સામર્થ્યની ઝલક, સૌ કોઇ થયા મંત્રમુગ્ધ
- દિલ્હીના રાજપથ પર 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી
- સૈન્યના શક્તિ પ્રદર્શનથી લઇને ટેબ્લોની ઝાંખી સુધીની ઉજવણી
- વાયુસેનાએ 75 વિમાનોથી દર્શાવી હેરતઅંગેજ કરતબો
નવી દિલ્હી: આજે દિલ્હીના રાજપથ પર દેશના 73માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમ દરમિયાન તિરંગો ફરકાવ્યો હતો. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભારતની સૈન્ય શક્તિની સાથોસાથ અનેક રાજ્યોની સાંસ્કૃતિક ઝલક દર્શાવતી ઝાંખીઓની આનંદદાયક પ્રસ્તુતિઓએ સૌ કોઇને અચંબિત કર્યા હતા. ભારતીય વાયુસેનાના 75 લડાયક વિમાનોએ આકાશમાં હેરતઅંગેજ કરતબો અને પરાક્રમો દર્શાવીને વાયુસેનાના સામર્થ્યનો પરચો દર્શાવ્યો હતો.
આપને જણાવી દઇએ કે, રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જુના અને હાલના આધુનિક વિમાન ફ્લાઈ પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિત અલગ અલગ ફોર્મેશનનું પ્રદર્શન કરશે. મંત્રાલયે કહ્યું કે પ્રથમ વખત પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઈ અને 15 ફૂટ ઉંચાઈના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે.
લાઇવ અપડેટ્સ
🇮🇳LIVE NOW🇮🇳
73rd #RepublicDay celebrations from Rajpath, New Delhi
📺https://t.co/7O7lzXjfp6 https://t.co/aaHJJGwGxt
— PIB India (@PIB_India) January 26, 2022
નવી દિલ્હીના રાજપથના આકાશમાં યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર ઉડીને પરાક્રમ બતાવી રહ્યા છે. ત્રિશૂળના આકારમાં 3 સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટ ઉડતા હોય છે.
પ્રજાસત્તાક દિવસ પર આયોજિત પરેડમાં આ વર્ષના ભવ્ય ફ્લાય-પાસ્ટમાં પ્રથમ વખત 75 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડિસ્પ્લે પરના એરક્રાફ્ટમાં મિગ-29 તેમજ રાફેલનો સમાવેશ થાય છે. 7 રાફેલ, 17 જગુઆર અને મિગ-29એ પરેડમાં પોતાનો કૌશલ્ય બતાવ્યો હતો.
નવી દિલ્હીના રાજપથના આકાશમાં યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર ઉડીને પરાક્રમ બતાવી રહ્યા છે. 80 મીટરની ઉંચાઈએ ઉડાન ભરી પાંચ વિમાનોના એરોહેડ ફોર્મેશનમાં હેલિકોપ્ટર ઉડ્યા.બીજી તરફ બાઇક પર સ્ટંટ સૈનિકોએ સ્ટંટ બતાવ્યા. બાઈકના સ્ટંટમાં સંતુલન અને બહાદુરીનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. આ પહેલા દેશના વિવિધ પ્રાંતોમાંથી ઝાંખીઓનો કાફલો આકર્ષક હતો. વિવિધ પ્રાંતો અને વિવિધ મંત્રાલયોના ટેબ્લોક્સ સાથે શાસ્ત્રીય અને લોક નૃત્યની સુખદ પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી.
પરેડમાં વાયુસેનાનું સામર્થ્ય જોવા મળ્યું
પરેડમાં વાયુસેનાના 75 વિમાનો, રાફેલ, સુખોઇ, જગુઆર, એમઆઇ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક વિમાનો, હેલિકોપ્ટર રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશૂલ, તિરંગા, વિજય અને અમૃત સહિત વિભિન્ન ફોર્મેશનનું પ્રદર્શન કર્યું હતું.
યુપીની ઝાંખીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની ઝલક
ઉત્તરપ્રદેશની ઝાંખીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની ઝલક જોવા મળી. તે ઉપરાંત રાજ્યની ઝાંખીમાં આ વખતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની થીમ જોવા મળી.
હરિયાણાની ઝાંખીમાં ઓલિમ્પિકની ઝલક જોવા મળી
હરિયાણાની ઝાંખીમાં ઓલ્મિપિકની ઝલક જોવા મળી. હરિયાણાની ઝાંખીની થીમ નંબર 1 ઇન સ્પોર્ટ્સ રાખવામાં આવી.
જમ્મૂ કાશ્મીર, કર્ણાટક અને અરુણાચલ પ્રદેશની ઝાંખી
રાજપથ પરેડમાં જમ્મૂ કાશ્મીર, કર્ણાટક અને અરુણાચલ પ્રદેશના ટેબ્લોની ઝાંખીના સૌ સાક્ષી બન્યા હતા.
ઉત્તરાખંડની ઝાંખીમાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારાની ઝલક
પરેડમાં ઉત્તરાખંડની ઝાંખીમાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા, ડોબરા-ચંટી બ્રિજ અને બદ્રીનાથ મંદિરને પ્રદર્શિત કરાયું છે
ગુજરાતના ટેબ્લોની થઇ ઝાંખી
ગુજરાતના ટેબ્લોની ઝાંખી થઇ છે. 1200 શહીદોથી ગાથા વર્ણવામાં આવી છે.
રાજપથ પર જોવા મળી ‘નારી શક્તિ’ની ઝલક
રાજપથ પર જોવા મળી ‘નારી શક્તિ’ની ઝલક, રાફેલની એકમાત્ર મહિલા ફાઇટર શિવાંગી સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સલામ કરી છે.
ભારતીય ટેંકનું શક્તિ પ્રદર્શન
દિલ્હીના રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં સેંચુરિયન ટેંક, પીટી-76, એમબીટી અર્જુન એમકે-આઇ ટેંકને શૌર્યનું પ્રદર્શન કર્યું.
પરેડમાં સૌથી સક્રિય હોર્સ કૈવેલરી
પરેડમાં સૌથી અગ્રેસર પહેલી ટૂકડી 61 કેવેલરી છે, આ વિશ્વની એકમાત્ર એવી સક્રિય હોર્સ કેવેલરી રેજિમેંટ છે.
એએસાઇ બાબૂ રામને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
જમ્મૂ કાશ્મીર પોલીસના એસઆઇ બાબૂ રામને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં આતંકીઓ વિરુદ્વ અથડામણ દરમિયાન બાબૂ રામ શહીદ થયા હતા. જો કે, શહાદત પામતા પહેલા તેઓએ બહાદુરીપૂર્વક ત્રણ સાથીઓનો જીવ બચાવ્યો તેમજ ત્રણ આતંકીઓ ઠાર કર્યા હતા.
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રીએ કર્યું ધ્વજવંદન
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને રક્ષામંત્રીએ ધ્વજવંદન કર્યું છે.
પીએમ મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી
પીએમ મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેરી છે. તેના પર બ્રહ્મકમલનું ફૂલ છે. આ ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. પીએમ મોદી જ્યારે કેદારનાથમાં પૂજા કરવા પહોંચ્યા હતા. ત્યારે તેઓએ પણ અહીંયા જ ફૂલો અર્પણ કર્યા હતા. પીએમ મોદીએ મણિપુરની સ્ટોલ પર ધારણ કરી હતી.
પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને નમન કર્યું
ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં દેશ માટે અલગ અલગ યુદ્વો તેમજ ઓપરેશનમાં શહીદ થનાર શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી.
જમ્મૂથી તામિલનાડુ સુધી તિરંગો લહેરાયો
ગણતંત્ર દિવ પર રાજ્સયોમાં રાજ્યપાલો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપ રાજ્યપાલોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ તિરંગો ફરકાવ્યો હતો.
જેપી નડ્ડાએ બીજેપીના મુખ્યાલય પર તિરંગો ફરકાવ્યો
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણતંત્ર દિવસ પર પાર્ટીના મુખ્યાલય પર તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હું ભારતના દેશવાસીઓને 73માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસની ઉજવણી કરવા સમયે આવશ્યક છે કે તે મહાનાયકો અને વીર સપૂતોને યાદ કરીએ જેઓએ પોતાનું સર્વસ્વ ત્યાગીને પણ દેશને ગણતંત્ર બનાવવા માટે યોગદાન આપ્યું હતું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુભકામનાઓ પાઠવી
રક્ષામંત્રી રાજનાથ સિંહે ગણતંત્ર દિવસ પર શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ લખ્યું કે, ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ આપણા લોકશાહીની ઉજવણી કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ વિચારો અને મૂલ્યોને વળગી રહેવાનો પ્રસંગ છે. આપણા દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના.
પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ માઈનસ 40 ડિગ્રી તાપમાન વચ્ચે લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી.
રાહુલ ગાંધીએ શુભકામનાઓ આપી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગણતંત્ર દિવસ પર શુભકામનાઓ આપી હતી.