
નવી દિલ્હી: બ્રિટનની નૌસેના દ્વારા જિબ્રાલ્ટરની ખાડીમાં જપ્ત કરવામાં આવેલી ઈરાની ટેન્કર ગ્રેસ-1 પર સવાર તમામ 24 ભારતીયો સુરક્ષિત છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને આના સંદર્ભે જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આની પ્રતિક્રિયામાં ઈરાન દ્વારા શુક્રવારે ખાડીમાં જપ્ત કરવામાં આવેલી બ્રિટિશ ટેન્કર સ્ટેના ઈમ્પેરો પર સવાર તમામ 18 ભારતીયો પણ સુરક્ષિત છે અને તેહરાનમાં ભારતીય રાજદૂતે તેમની સાથે મુલાકાત કરી છે. ભારતે 20 જુલાઈએ ભારતીય સદસ્યો સુધી રાજદ્વારી પહોંચની માગણી કરી હતી.

મુરલીધરને ટ્વિટ કર્યું છે કે લંડનમાં ભારતીય હાઈકમિશનના અધિકારી ગ્રેસ-1 પર સવાર ભારતીય સદસ્યો સાથે 24 જુલાઈએ મુલાકાત કરશે. તેમણે ટ્વિટ કર્યું છે કે લંડનમાં આપણા હાઈકમિશને પુષ્ટિ કરી છે કે જિબ્રાલ્ટર પોલીસ પ્રશાસન દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા ગ્રેસ-1માં સવાર તમામ 24 ભારતીયો સુરક્ષિત છે.
તેમણે કહ્યુ છે કે લંડનમાં ભારતીય અધિકારી જિબ્રાલ્ટરમાં ભારતીય દળની સાથેસાથે સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે.
તેમણે કહ્યુ છે કે લંડન ખાતે આપણા રાજદ્વારી ભારતીય દળ તથા રોયલ જિબ્રાલ્ટર પ્રશાસનથી સતત સંપર્કમાં છે. આપણી હાઈકમિશનની ટીમ 24 જુલાઈને ભારતીય દળ સાથે મુલાકાત કરવા માટે જિબ્રાલ્ટર જઈ રહી છે.
તેમણે કહ્યુ છે કે સ્ટેનો ઈમ્પેરો વર્તમાનમાં અબ્બાસ પોર્ટથી કેટલાક અંતરે શાહિદ બાહોનાર પોર્ટ પર છે. આપણા રાજદૂતે કહ્યુ છે કે તમામ ભારતીય ક્રૂ સુરક્ષિત છે.