વિધાર્થીઓના આંતરિક કૌશલ્યને ચકાસવા માટે નેશનલ એપ્ટિટુડ ટેસ્ટ 23મી ઓક્ટોબરથી લેવાશે
ગાંધીનગરઃ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્યને ચકાસવા માટે આગામી તારીખ 23મી અને 24મી ઓકટોબરે 13 થી 25 વર્ષના વિધાર્થીઓ અને યુવાનો માટે ઓનલાઈન પરીક્ષા લેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એપ્ટિટુડ ટેસ્ટ લેવાનો દેશ વ્યાપી પાયલોટ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તારીખ 23મી અને 24મી ઓકટોબરે આ પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં વિધાર્થીઓને ટેકિનકલ સ્કિલ અને આંતરિક શકિત ચકાસવા માટે નેશનલ એપ્ટિટુટ ટેટ માટેનો પાઇલોટ પ્રોજેકટ લોન્ચ કરાયો છે જે અંતર્ગત પ્રથમ ટેસ્ટ દેશભરમાં તારીખ 23મી અને 24મી ઓકટોબરના રોજ લેવામાં આવશે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન કરી દેવાયું છે અને પરીક્ષાનો કાર્યક્રમ પણ આપી દેવાયો છે આ પ્રોજેકટ મુજબ 18મી સુધીમાં રજીસ્ટેશન કરાવવાનું હતું. વિધાર્થીઓ પાસેથી કોઈ પણ ફી લેવામાં આવી નથી. 13થી 25 વર્ષ સુધીના વિધાર્થીઓ અને યુવાનો આ પરીક્ષામાં બેસી શકશે. જેમાં 23મી ઓકટોબરે લેવલ–1 માં 13 થી 15 વર્ષના વિધાર્થીઓ માટે અને લેવલ ૨માં – 16 થી 18વર્ષના વિધાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવશે ત્યારે 24મી ઓકટોબરે લેવલ થ્રી ની પરીક્ષામાં 19 થી 21 વર્ષના વિધાર્થીઓ અને યુવાનો જ્યારે લેવલ–4 ની પરીક્ષામાં 22 થી 25 વર્ષના યુવાનો પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા સંપૂર્ણ રીતે ઓનલાઇન લેવામાં આવશે. આથી વિધાર્થીઓ મોબાઈલ ફોન કે લેપટોપમાં પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં વિધાર્થીઓની નિર્ણયશકિત, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇન્ટર પર્સનલ કમ્યુનિકેશન અને ટેકનિકલ સ્કિલ સહિતની વિવિધ પ્રકારની સ્કિલ તપાસવામાં આવશે. (File photo)