ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026 : NCSC: A unique platform for students to become scientists નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) 2026 એ એક અનોખો રાષ્ટ્રીય સ્તરનો વિજ્ઞાન કાર્યક્રમ છે. જેમાં બાળકોને વૈજ્ઞાનિકોની જેમ વિચારવા અને તેમના પોતાના વાતાવરણ અને સમુદાયોમાં રહેલ સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ કાર્યક્રમનું આયોજન નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ, ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન (NCSTC), વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) એ સ્ટેટ કોર્ડીનેટર તરીકે સફળતાપૂર્વક આયોજન કરે છે.
ગુજકોસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૪ થી ગુજરાતમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યના હજારો વિદ્યાર્થીઓને સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન અને નવીન ઉકેલો રજૂ કરવાની તક પ્રાપ્ત થઈ છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, સંશોધન ક્ષમતા, સમસ્યા નિરાકરણની આવડત, ટીમવર્ક તથા આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો છે. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને સાચા અર્થમાં “બાળ વૈજ્ઞાનિક” બનવાની તક પ્રાપ્ત થાય છે.
NCSC એ ૧૦ થી ૧૭ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેનો એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનો વિજ્ઞાન કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧૨માં અભ્યાસ કરતા તેમજ શાળામાં ન ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન હેઠળ બે લોકોની ટીમમાં ભાગ લઈ શકે છે. પોતાના પ્રોજેક્ટ્સ પર રીસર્ચ કરીને ઈવેલ્યુએટર્સ (Evaluators) સામે પ્રેઝન્ટ કરે છે. તેમનાં માર્કિંગ અને કાર્યક્રમની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ જિલ્લાથી રાજ્ય કક્ષાએ અને રાજ્યકક્ષાથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામે છે.
આ વર્ષે NCSC કાર્યક્રમની થીમ “Science and Innovation for Sustainability (સસ્ટેનેબિલિટી માટે વિજ્ઞાન અને નવાચાર”) છે. વિદ્યાર્થીઓ નીચેના પાંચ પેટા-થીમોમાંથી કોઈપણ હેઠળ પ્રોજેક્ટ પર કામ કરી શકે છે: 1. કચરા વ્યવસ્થાપન માટે R5 (Reduce, Reuse, Retrieve, Redesign & Recycle), 2. ઊર્જા માટે E4 (Explore, Experiment, Enhance & Evolve) 3. જળ: સંચય, કાર્યક્ષમ ઉપયોગ, પુનઃચક્રિકરણ અને સંરક્ષણ (Water: Harvesting, Harnessing, Recycling & Conservation), 4. ખોરાક, કૃષિ અને આરોગ્ય (Food, Agriculture & Health), 5. સસ્ટેનેબિલિટી માટે ભારતીય જ્ઞાન પરંપરાનો ઉપયોગ (Application of Indian Knowledge Systems for Sustainability).
NCSC 2026 માં ભાગ લેવા માટે કોઈ રજીસ્ટ્રેશન ફી નથી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો NCSC પોર્ટલ ( www.n-csc.in) પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે: ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ છે.
રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન જિલ્લા સ્તરનું આયોજન થશે. દરેક જિલ્લામાંથી શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટ્સ રાજ્ય સ્તરીય NCSC માં ભાગે લેશે, જે નવેમ્બર 2026 ના છેલ્લા અઠવાડિયામાં યોજાશે. વધુમાં, રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ 26 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સ્તરીય NCSC માં સીલેક્ટ થશે, જે જાન્યુઆરી 2026 ના બીજા અઠવાડિયામાં છત્તીસગઢ ખાતે યોજાશે. ગુજકોસ્ટ તેના Intellectual Property Facilitation Centre (IPFC) સેલ દ્વારા ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પેટન્ટ, ડિઝાઇન, કૉપિરાઇટ વગેરે જેવા બૌદ્ધિક સંપદા (IP) માટે પણ અરજી કરશે.

