તો રહેજો સતર્ક! આવી શકે છે કોવિડની ત્રીજી લહેર, 1 લાખથી વધુ કેસ નોંધાઇ શકે
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોનના પ્રસાર બાદ હવે વિશ્વના 23 કરતાં વધુ દેશોમાં ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી છે. આ વચ્ચે હવે ત્રીજી લહેરની આશંકા છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ અનુસાર, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઇ શકે છે. તેઓએ દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોનો ડેટા એકત્ર કર્યો છે. તેમણે કહ્યું કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતાં પણ બમણી ગતિથી ફેલાય છે.
ફેબ્રુઆરી સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટ પિક પર પહોંચે તેવી શક્યતા હોવાનું પ્રોફેસર અગ્રવાલે કહ્યું હતું. આ સમય દરમિયાન તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, દૈનિક કેસ 1.5 લાખ સુધી જઇ શકે છે. તેણે દાવો કર્યો હતો કે, ઓમિક્રોન વેરિએન્ટ થોડા મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકામાં દસ્તક દીધી હતી અને ધીમે ધીમે તેનો પ્રસાર થઇ રહ્યો હતો. તેની પાછળનું એ કારણ હતું કે, ત્યાંના 80 ટકાથી વધુ લોકોએ કોવિડ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે.
ઓમિક્રોન વેરિએન્ટ વિશે કહ્યું હતું કે, અત્યાર સુધી માત્ર એક અભ્યાસ આવ્યો છે. જે અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં ફરીથી ચેપનો દર 3 ગણો વધી ગયો છે. જો કે તેના આંકડા પણ ઘણા ઓછા છે. દક્ષિણ આફ્રિકામાં, ચેપગ્રસ્ત લોકોમાંથી માત્ર 1 ટકા લોકોને ફરીથી ચેપ લાગ્યો હતો.
પ્રોફેસર અગ્રવાલે ઓમિક્રોનના પ્રસારને રોકવા માટે લોકડાઉનને બદલે સાવચેતી વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, વધુ ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરો.