
- DRDOએ ઉપલબ્ધિ હાંસલ કરી
- DRDOએ સબમરીન માટે નવી ટેકનિક વિકસાવી
- હવે સમુદ્રમાં પાક-ચીનની ચાલ રહેશે નિષ્ફળ
નવી દિલ્હી: DRDOએ સફળતા હાંસલ કરી છે. DRDOએ જમીન આધારી પ્રોટોટાઇપની પ્રભાવી ક્ષમતાને સફળતાપૂર્વક સાબિત કરીને ડીઝલ સંચાલિત સબમરીન માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપેલ્શન પ્રણાલીના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. 8 માર્ચના રોજ AIPના પ્રોટોટાઇપને એન્ડ્યોરન્સ મોડ અને વધારે પાવર મોડમાં સંચાલિત કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એઆઈપી પ્રણાલી ડીઝલ-વિદ્યુત ચાલિત સબમરિનની ઘાતકતા ખૂબ જ વધારે છે. એઆઈપી ટેક્નીક સમુદ્રની અંદર સબમરીનને વધારે વાર સુધી રાખી મૂકે છે. એનએમડીએલનું ઈંધન સેલ આધારિત છે કારણકે હાઈડ્રોજન જહાજ પર ઉત્પન્ન થાય છે. ડીઆરડીઓની નેવીની રિસર્ચ પ્રયોગશાળા આ પ્રણાલીને વિકસિત કરી રહી છે.
સંરક્ષણ મંત્રાલયની જાહેરાત અનુસાર આ ટેક્નીકને ઉદ્યોગ ભાગીદારો એલ એન્ડ ટી અને થર્મેક્સના સહયોગથી સફળતાપૂર્વક વિકસિત કરવામાં આવી છે. આ સબમરિનમાં ફિટમેન્ટ માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઉપલબ્ધિ માટે ડીઆરડીઓ અને ઉદ્યોગજગતને શુભેચ્છાઓ પાઠવી હતી.
સબમરીન મુખ્ય તો બે પ્રકારની હોય છે. પહેલી પારંપરીક અને બીજી પરમાણું. પારંપરિક સબમરીન ડીઝલ-ઈલેક્ટ્રીક એન્જિનનો ઉપયોગ કરે છે. જેને પોતાના ઈંધણને સળગાવવા માટે ઓક્સિજનની જરુર હોય છે. આ માટે આવી સબમરીનને દરેક દિવસે સમુદ્રની સપાટી પર ઓક્સિજન માટે આવવું પડે છે. તો જો સબમરીનમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) પ્રણાલીને લગાવવામાં આવે તો અઠવાડિયામાં માત્ર એક જ વાર ઓક્સીજન લેવાની આવશ્યકતા રહેશે.
જે સબમરીન પરમાણું શક્તિથી ચાલે છે. તેમને એઆઈપી ટેક્નીકની જરુર નથી પડતી. કારણકે તેમાં એન્જિનને ઉર્જા આપવા માટે પરમાણું રિએક્ટર લાગેલું હોય છે. જેમાં વિખંડન માટે ઓક્સીજનને બહારથી સામેલ નથી કરવામાં આવતું. આથી આ સબમરીન વધારે સમય સુધી પાણીની અંદર ચૂપચાપ ઓપરેટ થઈ શકે છે.
કોઈપણ સબમરીન ત્યાં સુધી ઘાતક હોય છે, જ્યાં સુધી દુશ્મનને તેના વિશે ખબર ન પડે. આ સબમરીન લાંબા સમયથી ઉંડા પાણીમાં રહેતી હોય છે. જો કોઈ એકવાર પણ સબમરીન સપાટી પર જોવા મળે તો તેના પછી સોનાર અને મેરિટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ દ્વારા દુશ્મન દેશ તેની સરળતાથી ભાળ મેળવી શકે છે.
(સંકેત)