
સામર્થ્ય: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે, ભારતે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ
- ભારતથી દુશ્મનો થરથર કાંપશે
- ભારતે વધુ એક સુપરસોનિક મિસાઇલનું કર્યું પરીક્ષણ
- બ્રહ્મોસના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ
નવી દિલ્હી: ભારતે હવે પોતાના સૈન્ય સામર્થ્યને એટલું વધાર્યું છે કે દુશ્મનો પણ ભારતથી થરથર કાંપી રહ્યા છે. ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસોરમાં ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના નવા અપડેટેડ વર્ઝનનું ભારતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
BrahMos Missile was successfully test fired from ITR, Chandipur today. The mission validated many new indigenous systems successfully demonstrating enhanced capabilities. #MakeinIndia@DefenceMinIndia@BrahmosMissile@SpokespersonMoD#AtmaNirbharBharat pic.twitter.com/bHS7t24gSd
— DRDO (@DRDO_India) January 20, 2022
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નવી ટેક્નોલોજી તેમજ અપડેટ્સથી સજ્જ હતી જે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા બાદ તેની કસોટીમાં સફળ રહી હતી.
સુપરસોનિક મિસાઇલ ભારત તેમજ રશિયાનું સંયુક્ત સાહસ છે. ભારતના DRDO તેમજ રશિયાનું NPOM મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુક્તપણે કામ કરે છે. બ્રહ્મોસ એખ શક્તિશાળી મિસાઇલ છે જેને સશસ્ત્ર દળોમાં સામેલ કરાઇ છે.
નોંધનીય છે કે, DRDOએ હાલમાં અમેરિકાની મેડ ઇન ઇન્ડિયા રડારનો કરાર પણ કર્યો હતો. ભારતને અન્ય મિત્ર દેશને પણ મિસાઇલ પ્રણાલીના ઓર્ડર જલ્દી મળવાની આશા છે. કારણ કે કેટલાક વધુ દેશો પાસે પણ આને લઇને કરાર અંતિમ તબક્કામાં છે.