1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ: વિશ્વમાં સૌથી વધુ નોંધાતા કેસમાં ભારત હવે ત્રીજા નંબરે

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ: વિશ્વમાં સૌથી વધુ નોંધાતા કેસમાં ભારત હવે ત્રીજા નંબરે

0
Social Share
  • ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો
  • વિશ્વમાં દૈનિક નોંધાતા સૌથી વધુ કેસમાં ભારત હવે ત્રીજા ક્રમાંકે
  • સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર પહોંચ્યો છે. રોજના નવા કેસની સંખ્યામાં વધારો થતા ભારત વિશ્વમાં ત્રીજા નંબરનો દેશ બન્યો છે જ્યાં સૌથી વધુ રોજના નવા કેસ નોંધાઇ રહ્યા છે.

WHO દ્વારા એકઠા કરતા આંકડા પ્રમાણે બ્રાઝિલ અને અમેરિકા પછી ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે કે જ્યાં રોજના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. WHOના ડેટા દર્શાવે છે કે 22 માર્ચના રોજ બ્રાઝિલમાં 79,069 નવા કેસ નોંધાયા હતા, જે એ દિવસે દુનિયામાં સૌથી વધુ નોંધાયેલા કેસ હતા, જ્યારે અમેરિકામાં એ તારીખે 60,228 કેસ નોંધાયા હતા અને ભારતમાં 46,951 કેસ નોંધાયા હતા. ભારતમાં નવા કેસમાં મોટો ઉછાળો નોંધાયા બાદ 19 માર્ચથી દુનિયામાં ત્રીજા નંબરનો કેસ બન્યો છે જ્યાં 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, આ પછી ભારતમાં કેસ વધી રહ્યા છે અને હજુ દુનિયામાં ત્રીજા સ્થાને જ છે.

ભારતની વાત કરીએ તો ભારતમાં સોમવારે નવા 40,622 કેસ નોંધાયા છે. જો કે, આ દરમિયાન આસામનો આંકડો મોડી રાત સુધી નહોતો આવ્યો. રાજ્યો પ્રમાણેના ડેટાનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે દેશમાં માત્ર કેટલાક જ રાજ્યો છે જ્યાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવ્યો છે. સામાન્યપણે વિકએન્ડ્સમાં સ્ટાફની અછત તેમજ ટેસ્ટિંગ ઓછા થવાના કારણે નવા કેસનો આંકડો નીચો રહેતો હોય છે, પરંતુ 9 રાજ્યો એવા છે જ્યાં જાન્યુઆરી કે તે પહેલાના નવા કેસનો રેકોર્ડ 22મી માર્ચના દિવસે તોડ્યા છે.

ગુજરાતમાં કેસના આંકડા જોઇએ તો સોમવારે 1640 કેસ નોંધાયા છે, અત્યાર સુધીના સૌથી વદુ કેસ છે. આ  જ રીતે સોમવારે કેટલાક રાજ્યોમાં મોટો ઉછાળો નોંધાયો છે. જેમાં છત્તીસગઢ 1525, મધ્યપ્રદેશ 1348, દિલ્હી 888 અને હિમાચલ પ્રદેશ 200નો સમાવેશ થાય છે. તામિલનાડુમાં પણ 1385 નવા કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 602 કેસ નોંધાયા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code