નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે માત્ર વેપાર સમજૂતીની સમયમર્યાદાને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન ન કરી શકાય. મંત્રીએ જણાવ્યું હતું કે, વેપાર સમજૂતીઓ બંને પક્ષો માટે લાભદાયી હોવી જોઈએ.
પિયુષ ગોયલ નવી દિલ્હીમાં 9મા વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈશ્વિક વેપારને નવો આકાર આપવા માટે અમેરિકા સહિતનાં વિશ્વસનીય ભાગીદારો સાથે ભારત માટેની ભાવિ તકો પર પ્રકાશ પાડ્યો હતો.
મુક્ત વેપાર સમજૂતીઓ પર બોલતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, સમયમર્યાદા મહત્વની હોવા છતાં, વેપાર સમજૂતીની સમયમર્યાદાને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન ન કરી શકાય. ભારત હાલ યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશો અને રાષ્ટ્રોના જૂથો સાથે વેપાર કરારો પર કામ કરી રહ્યું છે.