
- કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો
- સરકારે કોરોનાને કાબૂમાં કરવા લીધો નિર્ણય
- 31 જુલાઇ અને 1 ઓગસ્ટે સંપૂર્ણપણે લોકડાઉનની કરી જાહેરાત
નવી દિલ્હી: દેશભરના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેનાથી વિપરીત કેરળમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં કોરોનાના કેસને કાબૂમાં કરવા અને કોરોના સંક્રમણને પ્રસારને નિયંત્રણમાં કરવા માટે કેરળ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં 31 જુલાઇ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ રાજ્યમાં 24 અને 25 જુલાઇએ સંપૂર્ણપણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
કેરળમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના જેટલા દર્દીઓ સામે આવી રહ્યા છે તે દેશમાં કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધા ઉપરાંતના કેરળનાં જ છે. રાજ્યમાં ગત મંગળવારે કોરોનાના 22129 નવા કેસ સામે આવ્યા, જો કે 29 મે બાદ એક જ દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ મોટી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અનુસાર સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (National Centre for Disease Control)ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળ મોકલી ચુકી છે, કેમ કે કેરળમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.