લાહૌલના ખમીંગર ગ્લેશિયરમાં 14 ટ્રેકર્સ ફસાયા, 2નાં મોત, બચાવ કામગીરી માટે 32 સભ્યોની ટીમ ગઠિત કરાઇ
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ટ્રેકિંગ માટે ખમીંગર ગ્લેશિયર ગયેલા 16 ટ્રેકર્સ ફસાઇ ગયા છે. હિમવર્ષા અને ઠંડીના ચાલતા ત્યાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ફસાયેલા છે. સૂચના મળ્યા બાદ જીલ્લા પ્રશાસને ત્યાં બચાવ માટે અભિયાન શરૂ કરી દીધું હતું. તે ઉપરાંત ત્યાં 32 સભ્યોનું એક રેસ્ક્યૂ ગ્રુપ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ અંગે લાહૌલ સ્પીતિના ડીસી નીરજ કુમારે કહ્યું હતું કે, ગ્લેશિયરમાં ફસાયલા 16 ટ્રેકર્સે રેસ્ક્યુ કરવાના કાર્ય પ્રશાસને શરૂ કરી દીધી છે. જે ફસાયેલા ટ્રેકર્સ છે તમાંથી 2 ટ્રેકરના મોત થયા છે. જ્યારે અન્ય સાથી હજું પણ ત્યાં ફસાયેલા છે. હજું 14 સભ્યો ફસાયેલા છે. પ્રશાસને ગઠિત કરેલી 32 સભ્યોની ટીમમાં 16 ITBP જવાન, 6 ડોગરા સ્કાઉટના જવાન, એક ચિકિત્સક પણ છે. તે ઉપરાંત 10 પોટર ભાર ઉઠાવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, 15 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના 6 સભ્યોની ટીમ બાતલથી કાઝા વાયા ખમીંગર ગ્લેશિયર ટ્રેકને પાર કરવા રવાના થઇ હતી. આ સાથે 10 પોટર પણ સામેલ છે. પ્રશાસન અનુસાર, 3 ટ્રેકર, એક શેરપા એટલે કે લોકલ ગાઇડ અને 10 પોટર પણ ખમીંગર ગ્લેશિયર ગયા છે. ગ્લેશિયરની ઉંચાઇ લગભગ 5304 મીટર છે. ટ્રેકર્સ એમાં ફસાયેલા છે. બચાવ દળને ખમીંગર પહોંચવામાં 3 દિવસ લાગશે. ત્યાં હેલિકોપ્ટરના માધ્યમથી પહોંચવું શક્ય નથી.
રેસ્ક્યૂ પિન વેલીના કાહ ગામથી શરુ થશે. પહેલા દિવસે 28 સપ્ટેમ્બરે કાહથી ચંકથાંગો, બીજા દિવસે ચંકથાંગોથી ઘાર થાંગો અને અંતિમ દિવસ ઘારથાંગોથી ખમીંગર ગ્લેશિયર રેસ્ક્યૂ ટીમ પહોંચશે.