1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. LPG ગેસ કનેક્શન માટે સરકાર આપે છે 1600 રૂપિયા, આ રીતે લઇ શકાય છે લાભ

LPG ગેસ કનેક્શન માટે સરકાર આપે છે 1600 રૂપિયા, આ રીતે લઇ શકાય છે લાભ

0
Social Share
  • આ વખતે બજેટમાં 1 કરોડ નવા ગેસ જોડાણ આપવાની કરાઇ હતી જાહેરાત
  • સરકાર મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને ગેસ જોડાણ આપશે
  • આ યોજના હેઠળ ગરીબોને ઘરેલૂ રસોઇ ગેસ કનેક્શન માટે 1600 રૂપિયા અપાશે

નવી દિલ્હી: આ વખતે જાહેર કરાયેલા બજેટમાં નાણાંમંત્રીએ 1 કરોડ નવા ગેસ જોડાણ આપવાની પણ જાહેરાત કરી છે. સરકારની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના હેઠળ આ રકમનો લાભ મળી શકશે.

આપને જણાવી દઇએ કે 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં નાણા મંત્રીએ 1 કરોડ નવા ગેસ જોડાણ અંગે જાહેરાત કરી હતી. આ ગેસ જોડાણને આધારે સરકાર સ્કીમનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્વ છે. આ સ્કીમના આધારે ગરીબી રેખા નીચેના પરિવારોને ઘરેલૂ રસોઇ ગેસનું કનેક્શન અપાશે.

આ રીતે કરી શકશો એપ્લાય

  • ઉજ્જવલા યોજનાના આધારે ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારથી કોઈ પણ મહિલા એપ્લાય કરી શકે છે
  • આ માટે કેવાયસી ફોર્મ ભરીને એલપીજી સેન્ટરમાં જમા કરાવવાનું રહે છે
  • એપ્લાય કરતી સમયે તમારે કહેવાનું રહેશે કે તમારે 14.2 કિલોનો સિલિન્ડર જોઈએ છે કે 5 કિલોનો
  • ઉજ્જવલા યોજનામાં ફોર્મ તમે પીએમ ઉજ્જવલા યોજનાની વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છ.
  • આ સિવાય તમે એલપીજી સેન્ટરથી પણ લઈ શકો છો

કોણ કરી શકે છે અરજી

  • આ યોજના માટે ફક્ત પરિવારની મહિલા અરજી કરી શકે છે.
  • અરજદારની ઉંમક 18 વર્ષ હોવી જરૂરી છે.
  • આવેદક પરિવાર ગરીબી રેખાની નીચે હોવો જોઈએ.
  • આવેદકનો કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • તેના નામ પર પહેલાથી કોઈ ગેસ કનેક્શન ન હોવું જોઈએ.

પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને નાણાકીય સહાય આપવામાં આવે છે. તેમાં સરકારની તરફથી તેમને 1600 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા LPG ગેસ કનેક્શન ખરીદવા માટે આપવામાં આવે છે. આ સાથે ગેસ સગડી અને પ્રથમવાર એલપીજી સિલિન્ડર ભરાવવામાં આવતા ખર્ચને ચૂકવવા માટે ઇએમઆઇની સુવિધા પણ આપવામાં આવે છે.

અહીંથી મળશે વધારે જાણકારી

ઉજ્જવલા યોજનાને વિશે જો તમે વધુ જાણકારી ઈચ્છો છો તો તમે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની વેબસાઈટ http://www.petroleum.nic.in/sites/default/files/ પર જઈ શકો છો.

ક્યાં ડોક્યુમેન્ટ્સ છે આવશ્યક

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પંચાયત અધિકારી કે નગર નિગમ પાલિકા અધ્યક્ષનું બીપીએલ કાર્ડ, બીપીએલનું રાશનકાર્ડ, આધાર કાર્ડ, વોટરઆઇડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, રાશનકાર્ડની કોપી, એલઆઇસી પોલિસી, બેંકનું સ્ટેટમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code