- સમગ્ર દેશમાં ચાલી રહ્યું કોરોના વેક્સિનેશન અભિયાન
- અત્યારસુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે
- 1 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે
હાલ દેશભરમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઇન વર્કર્સને પણ સાથે સાથે કોરોના રસી આપવાનું શરૂ કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે 1.71 લાખ પર આવી ગયા છે અને 5.50 ટકાનો તેમાં ઘટાડો પણ થયો છે.
કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા માત્ર 1.71 લાખ એટલે કે 1.60 ટકા છે. જ્યારે બાકીના દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશભરમાં અત્યારસુધીમાં 19.5 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે. જ્યારે ગુરુવારે જ 7.42 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યારસુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી હવે ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસી આપવામાં આવશે. રસી અપાયા બાદ કેટલાક લોકોમાં આડઅસર જોવા મળી છે અને કેટલાક કેસોમાં મૃત્યુ થયા છે પરંતુ મોતનું કારણ રસી ના હોવાનું પ્રશાસન કહી રહ્યું છે.
નોંધનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે અને એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે.
(સંકેત)