1. Home
  2. ગુજરાતી
  3. સરકાર બિટકોઇન પર ટૂંક સમયમાં મૂકશે પ્રતિબંધ, પોતાની ડિજીટલ કરન્સી લાવવાની વિચારણા

સરકાર બિટકોઇન પર ટૂંક સમયમાં મૂકશે પ્રતિબંધ, પોતાની ડિજીટલ કરન્સી લાવવાની વિચારણા

0
Social Share
  • સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર મૂકી શકે છે પ્રતિબંધ
  • સરકાર બજેટ સત્રમાં એક બિલ પાસ કરીને તેના પર મૂકી શકે છે પ્રતિબંધ
  • સરકાર પોતાની ડિજીટલ કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે

નવી દિલ્હી: હાલમાં ડિજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીની વિશ્વના અનેક દેશોમાં બોલબાલા છે પરંતુ કેન્દ્ર સરકાર દેશમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે. બજેટ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ સંબંધિત એક બિલ સંસદમાં મૂકવામાં આવશે. એટલે કે સરકાર આ સત્રમાં આ બિલને પાસ કરીને હંમેશ માટે બિટકોઇન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. સરકાર રૂપિયાની ડિજીટલ કરન્સી લાવવા અંગે વિચારણા કરી રહી છે.

બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકોઇન, ઇથર, રિપલ અને અન્ય પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ લિસ્ટ કર્યું છે. આ બિલમાં અધિકારિક ડિજીટલ મુદ્રા બનાવવાની જોગવાઇ છે. એટલે કે સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવવા માટે રસ્તો બનાવી રહી છે. આ પહેલા RBIએ 25મી જાન્યુઆરીના રોજ એક બુકલેટમાં રૂપિયાની ડિજીટલ આવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો.

મધ્યસ્થ બેંકની બુકલેટમાં કહેવામાં આવ્યુ હતે કે બિટકૉઈન જેવી ખાનગી ડિજિટલ મુદ્રાઓને તાજેતરના વર્ષોમાં ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં નિયમનકારો અને સરકારે આ મુદ્રાઓ અંગે શંકા વ્યક્ત કરી છે, તેનાથી ઊભી થતી ખામીઓ અંગે પણ આશંકા વ્યક્ત કરી છે. તો પણ આરબીઆઈ આ અંગેની સંભાવના અંગે માહિતી મેળવી રહી છે.

નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો દેશમાં ડિજિટલ કરન્સીની જરૂરિયાત છે તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય? ઉલ્લેખનીય છે કે 2018માં જાહેર ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલી ચૂકવણી માટે બેંક ચેનલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

2019માં ક્રિપ્ટોકરન્સી પર એક સરકારી બિલ કથિત રીતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા અને ભારતમાં તેના ઉપયોગને ગેરકાયદે બનાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. છેલ્લા એક વર્ષમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણ સંખ્યા અને ટ્રેડિંગ વોલ્યૂમમાં ઉછાળો જોવા મળ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code