
- દેશમાં જોવા મળી રહેલી કોરોનાની ઘાતક લહેરની લપેટમાં બાળકો પણ આવ્યા
- તેને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો માટેની કોવિડની અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે
- તો તમે પણ અહીંયા માર્ગદર્શિકા વાંચીને તેનું પાલન કરો તે અનિવાર્ય છે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરને કારણે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. કોરોનાના દૈનિક ધોરણે 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે જે એક બીજો ખતરો પેદા થયો છે તે છે બાળકોનું સંક્રમિત થવું. કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો પણ લપેટમાં આવી ગયા છે. તેને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો માટેની કોવિડની અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે.
કોવિડની બાળકો માટેની ગાઇડલાઇન અનુસાર એવા બાળકો જેમાં સંક્રમણ તો છે પરંતુ તેનામાં બીમારીના કોઇ ગંભીર લક્ષણો મળી રહ્યાં નથી, તેવા બાળકો માટે કોઇપણ પ્રકારની સારવારની સલાહ આપવામાં આવતી નથી. પરંતુ તમાં સંભવિત લક્ષણો વિશે ધ્યાન રાખવાનું જરૂર કહેવામાં આવ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બે ડોક્યૂમેનટ્ જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક છે બાળકોને હોમ આઇસોલેશનમાં રાખવા માટે રિવાઇઝ્ડ ગાઇડલાઇન અને પીડિએટ્રિક એજ ગ્રુપ એટલે કે બાળકોની સારવાર માટે મેનેજમેન્ટ પ્રોટોકોલ.
જો બાળકમાં ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણ છે (Mild Symptoms) જેમ કે- ગળામાં ખારાશ કે ગળામાં દુખાવો અને કફ છે પરંતુ શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા નથી તો
– બાળકને હોમ આઇસોલેશનમાં રાખો
– શરીરમાં પાણીની કમી ન થાય તે માટે વધુ પાણી પીવડાવો. લિક્વિડ વસ્તુ આપો.
– જો તાવ આવે છે તો 10-15 mg પેરાસિટામોલ (Paracetamol) આપો.
– જો કોઈ ગંભીર લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
– આ કેટેગરીમાં એવા બાળકોને સામેલ કરવામાં આવ્યા છે, જેનું ઓક્સિજન લેવલ ઓછુ છે (Low oxygen level) પરંતુ બાળકમાં નિમોનિયાના લક્ષણ નથી.
– મોડરેટ એટલે કે મધ્યમ લક્ષણવાળા બાળકો માટે કોવિડ હેલ્થ સેન્ટરમાં (Admit in hospital) દાખલ કરવામાં આવી શકે છે.
– તાવ માટે પેરાસિટામોલ અને જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો એમોક્સિસિલિન આપી શકે છે.
-જો બાળકના શરીરમાં ઓક્સિજન સૈચુરેશન 94% તો બાળકને ઓક્સિજન આપવું જોઈએ.
ઇન્ફેક્શન ગંભીર જોવા મળે તો શું કરવું
– આ સ્ટેર પર બાળકોમાં ગંભીર નિમોનિયા Pneumonia), રેસ્પિરેટડી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (ARDS), મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (MODS) અને સેપ્ટિક શોક જેવા ગંભીર લક્ષણ દેખાઈ શકે છે.
– તેવા બાળકોને તત્કાલ આઈસીયૂમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે.
– ગાઇડલાઇનમાં આ બાળકો માટે ક્મ્પલીટ બ્લડ કાઉન્ટ, લિવર, રીન ફંક્શન ટેસ્ટ અને ચેસ્ટ એક્સરે કરાવવાની સલાહ આપવામાં આવી છે.
(સંકેત)