1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી હાઇકોર્ટનો આદેશ, ફરજ પરના 5% પાઇલટ સહિત કેબિન ક્રૂનો બ્રેથ ટેસ્ટ કરાય
દિલ્હી હાઇકોર્ટનો આદેશ, ફરજ પરના 5% પાઇલટ સહિત કેબિન ક્રૂનો બ્રેથ ટેસ્ટ કરાય

દિલ્હી હાઇકોર્ટનો આદેશ, ફરજ પરના 5% પાઇલટ સહિત કેબિન ક્રૂનો બ્રેથ ટેસ્ટ કરાય

0
Social Share
  • કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટનો આદેશ
  • ફરજ પરના પાંચ ટકા પાઇલટનો બ્રેથ ટેસ્ટ કરવામાં આવે
  • આગામી ત્રણ મહિના સુધી આ ટેસ્ટ કરાવવાનો આદેશ અપાયો

નવી દિલ્હી: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટે મહત્વૂપર્ણ આદેશ આપ્યો છે. આ આદેશ બાદ ફરજ પર હોય એવા એર ટ્રાફિક કંટ્રોલર્સ અને 5 ટકા પાઇલટ તેમજ કેબિન ક્રૂનો રેંડમ બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી આ ટેસ્ટ કરવાનો રહેશે. તે ઉપરાંત ઉડાન ભર્યાના 12 કલાક પહેલા તેઓએ કોઇ પણ પ્રકારના દારુ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન નથી કર્યું તેવું સોંગદનામું પણ આપવું પડશે.

જો પાઇલટ, ચાલક દળના સભ્યો અને ATCના સભ્યો સોગંદનામુ આપ્યા બાદ નશો કરે અને ઝડપાય તો તેમને ડ્યૂટી પરથી હટાવવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દેશો દિલ્હી હાઇકોર્ટે આપ્યા છે. દેશના બધા એરપોર્ટ પર તેનું પાલન થા તે માટે દરેક એરલાઇન્સને આદેશ સંબંધી જાણકારી આપવા ડીજીસીએને નિર્દેશ કરાયો છે.

ગુજરાતની જેમ દિલ્હીમાં પણ રસી માટે ડ્રાઇવ ઇન વેક્સિનેશન સેન્ટર ખોલવા સંદર્ભે એક PIL દિલ્હી હાઇકોર્ટમાં આવી હતી. આ PILને બાદમાં રજુઆત તરીકે લેવામાં આવે તેવા આદેશ હાઇકોર્ટે દિલ્હી સરકારને આપ્યા હતા. સાથે જ સરકાર પાસે રહેલા સંસાધનો તેમજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડ્રાઇવ ઇન વેક્સિનેશનલ સેંટર ખોલવા કે કેમ તે અંગે નિર્ણય લેવા કહ્યું હતું.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code