- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ અનેક રાજ્યોના શિક્ષણ સચિવ સાથે કરી વાતચીત
- બેઠક દરમિયાન કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના પ્રબંધનને લઇને થઇ ચર્ચા
- આ બેઠક દરમિયાન સેકન્ડરી પરીક્ષાઓને લઇને સૂચનો મંગાવવામાં આવ્યા હતા
નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શિક્ષણ સચિવ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ બેઠક કરી હતી. બેઠક દરમિયાન કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થાના વધુ સારા પ્રબંધન માટે વિવિધ ઉપાયો તેમજ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે શાળામાં અત્યારસુધી ઑનલાઇન અને ઑફલાઇન અપનાવવામાં આવેલી વિવિધ રણનીતિઓ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન કેન્દ્રીય બોર્ડ અને વિભિન્ન રાજ્યની 12માં ધોરણની લંબાવવામાં આવેલી બોર્ડની પરીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સીનિયર સેકેન્ડરી પરીક્ષાઓ પર ચર્ચા દરમિયાન વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્ર પાસેથી સૂચનો માંગવામાં આવ્યા.
મહત્વનું છે કે, CBSE બોર્ડે પહેલા જાહેરાત કરી છે કે સીનિયર સેકન્ડરી ધોરણની પરીક્ષાઓ જે કોવિડ-19ના કારણે લંબાવવામાં આવી છે તેને લઇને 1 જૂન 2021ના રોજ પરિસ્થિતિઓની સમીક્ષા કરી આ વિષય પર નિર્ણય લેવાશે.
કેન્દ્રીય શિક્ષા મંત્રીએ બેઠક દરમિયાન કહ્યુ કે મહામારી હોવા છતા કેન્દ્ર અને રાજ્યોની સરકાર સાથે-સાથે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ ઓનલાઇન મોડમાં પરીક્ષાઓ ચાલુ રાખી અને મોટી પરીક્ષાઓ જેવી કે જેઇઇ અને નીટનું સફળતાપૂર્વક આયોજન કર્યુ.
શિક્ષણ વિભાગે મહામારી દરમિયાન વિધાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિઓને નિયમિત રાખવા માટે વર્ષ 2020-21માં અનેક પગલા ઉઠાવ્યા છે. જેમાં પીએમ, ઇ-વિધા અંતર્ગત દીક્ષાનો વિસ્તાર, સ્વયં પ્રભા ટીવી ચેનલ અંતર્ગત ડીટીએચ ટીવી ચેનલ, દીક્ષા પ્લેટફોર્મ પર શિક્ષકો માટે ઓનલાઇન નિષ્ઠા પ્રશિક્ષણ કાર્યક્રમની શરુઆત સામેલ છે.