1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી વેબસાઇટમાં જ POKને આઝાદ પ્રદેશ ગણાવાયો, AAIBના રિપોર્ટમાં ગરબડ
સરકારી વેબસાઇટમાં જ POKને આઝાદ પ્રદેશ ગણાવાયો, AAIBના રિપોર્ટમાં ગરબડ

સરકારી વેબસાઇટમાં જ POKને આઝાદ પ્રદેશ ગણાવાયો, AAIBના રિપોર્ટમાં ગરબડ

0
Social Share
  • સરકારી વેબસાઇટ પર જ જોવા મળ્યા છબરડા
  • સરકારી વેબસાઇટ પર POKને આઝાદ જમ્મૂ કાશ્મીર તરીકે રજૂ કરાયું
  • સોશિયલ મીડિયામાં હોબાળા બાદ આ રિપોર્ટ પાછો ખેંચવો પડ્યો

નવી દિલ્હી: સામાન્યપણે સરકારી રિપોર્ટ્સમાં કે દસ્તાવેજોમાં POKને એ જ યથાસ્વરૂપે દર્શાવાતો હોય છે, પરંતુ તાજેતરમાં એક સરકારી વેબસાઇટ પર POKને આઝાદ જમ્મૂ કાશ્મીર તરીકે રજૂ કરાયો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યા બાદ આ રિપોર્ટ પાછો ખેંચી લેવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, એરક્રાફ્ટ એક્સિડંટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની વેબસાઇટ પર POKને આઝાદ જમ્મૂ કાશ્મીર તરીકે રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં જુલાઇ 2019 સુધી થયેલા વિમાની અકસ્માતોની વિગતો હતી. આ સમયગાળા દરમિયાન વિસ્તારા એરલાઇન્સની એક ફ્લાઇટ શ્રીનગરથી જમ્મૂ જઇ રહી હતી. પ્રતિકૂળ હવામાનને કારણે પાયલટને ઇમર્જન્સીમાં જરૂર પડ્યે વિમાનમાં પૂરતું ઇંધણ નહીં હોવાની જાણ એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને કરી હતી.

આ ઘટના બાદ આ અંગે AAIBએ પોતાનો રિપોર્ટ વેબસાઇટ પર મૂક્યો હતો. આ રિપોર્ટમાં AAIBએ પીઓકેને આઝાદ જમ્મૂ કાશ્મીર તરીકે વર્ણવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ મુદ્દે વિવાદની લાગણી ફરી વળી હતી. હોબાળા બાદ AAIBએ આ રિપોર્ટ પાછો ખેંચવો પડ્યો હતો. સરકારી વેબસાઇટ જ પીઓકેના મુદ્દે આ પ્રકારના છબરડા કરે તો સામાન્ય વ્યક્તિની શી વિસાત. અહીં મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે શ્રીનગરથી જમ્મૂ તરફ જતી કોઇ ફ્લાઇટ પીઓકે પરથી પસાર થવાનો સવાલ જ ઉપસ્થિત ના થાય. આ રીતે વિચારીએ તો આ રિપોર્ટ ગંભીર ભૂલ કહી શકાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code