
- કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ મોટા પાયે થયા પ્રભાવિત
- હવે કેન્દ્ર સરકારે બાળકોના સંરક્ષણ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી
- જે હેઠલ રાજ્યો, જીલ્લા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી દેશમાં બાળકો પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણથી પ્રભાવિત થયેલા બાળકોના સંરક્ષણ અને તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે હેઠળ રાજ્યો, જીલ્લા અધિકારીઓ, પોલીસ, પંચાયતી રાજ અને સ્થાનિક સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારે જાહેરનામામાં કહ્યું છે કે, આ મુદ્દે જે પગલાં લેવામાં આવી રહ્યાં છે તેમને મુખ્ય ધારામાં લાવવા, સુગમ બનાવવા જવાબદાર લોકોને નિશ્વિત કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સુપ્રીમ કોર્ટમાં એક સોંગદનામામાં જણાવ્યું છે કે, રાજ્યો પાસેથી મળેલી માહિતી અનુસાર દેશમાં 9346 બાળકો એવા છે જે ઘાતક મહામારીને લીધે માતા કે પિતા બેમાંથી એકને ગુમાવી બેઠા છે.
દેશમાં બાળકોના આરોગ્ય મુદ્દે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન્સ મુજબ, રાજ્ય સરકારોએ સર્વેક્ષણ અને સંપર્કના માધ્યમથી સંકટગ્રસ્ત બાળકોની ઓળખ કરવાની રહેશે અને દરેક બાળકની પ્રોફાઇલ સાથે ડેટા તૈયાર કરવાનો રહેશે. બાળકોની ખાસ જરુરિયાતોને ઓળખીને તે લખવી પડશે અને ટ્રેક ચાઇલ્ડ પોર્ટલ પર અપલોડ કરવી પડશે.
આ સાથે ગાઇડલાઇન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે બાળકોના માતા-પિતા કોરોનાથી સંક્રમિત છે અને અન્ય પરિવારજનો મદદ માટે હાજર નથી એવા બાળકોની દેખરેખ માટે સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવે. આવા બાળકોને જરુર તમામ મદદ મળી રહે.
તે ઉપરાંત રાજ્ય સરકારોએ એક સ્થાનિક હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો રહેશે જેની પર નિષ્ણાંતો તણાવગ્રસ્ત બાળકોને મદદ કરી શકે. આ માટેની તમામ જવાબદારી જીલ્લાના અધિકારીઓને સોંપવામાં આવશે.