1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ICMRએ પેનબાયો ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી, ઘરે બેઠા સરળતાથી થશે કોરોના રિપોર્ટ

ICMRએ પેનબાયો ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી, ઘરે બેઠા સરળતાથી થશે કોરોના રિપોર્ટ

0
Social Share
  • હવે તમે ઘરે જ સરળતાપૂર્વક કોરોના ટેસ્ટ કરાવી શકશો
  • ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી
  • આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ છે

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે જ કોરોના ટેસ્ટ કરાવી શકશો. ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ છે.

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા અથવા સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવનારા લોકો આ કિટનો ઉપયોગ કરી શકશે. ICMRએ કોવિડના હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપ્યા બાદ હવે ટેસ્ટ ખૂબ જ સરળતાપૂર્વક થઇ શકશે.

અગાઉ ICMRએ કોવિસેલ્ફ હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી હતી. જેનાથી કોઇપણ ઘરે બેઠા કોરોના ટેસ્ટ કરાવી શકતું હતું. આ ટેસ્ટિંગ કિટનો ભાવ 250 રૂપિયા નિર્ધારિત કરાયો છે. આ કિટથી માત્ર 2 મિનિટમાં ટેસ્ટ કરી શકાશે અને પરિણામ 15 મિનિટમાં આવી જશે.

નોંધનીય છે કે, આ સમયે કોરોના માટે એન્ટિજન તેમજ RT-PCR ટેસ્ટ કરી શકાય છે. એન્ટિજનનો રિપોર્ટ તાત્કાલીક મળે છે પણ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકમાં કરવામાં આવે છે. પરંતુ હવે કોરોના ટેસ્ટિંગ માટે આવેલી હોમ બેઝ્ડ કિટથી સરળતાપૂર્વક અને ઝડપી રિપોર્ટ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code