1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમેરિકાની ચેતવણીને નજરઅંદાજ કરી ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ પ્રણાલી ખરીદશે
અમેરિકાની ચેતવણીને નજરઅંદાજ કરી ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ પ્રણાલી ખરીદશે

અમેરિકાની ચેતવણીને નજરઅંદાજ કરી ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ પ્રણાલી ખરીદશે

0
Social Share
  • અમેરિકન સંસદની ચેતવણી છતાં ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદશે
  • ભારતે રશિયાથી 5 એસ 400 મોબાઇલ સ્કવાડ્રન ખરીદવા માટે 5.43 અરબ ડોલરની ડીલ કરી હતી
  • આ મિસાઇલ પ્રણાલી અંદાજે 380 કિમીની રેન્જ ધરાવે છે

નવી દિલ્હી: અમેરિકન સંસદ તરફથી ભારતને અપાયેલી પ્રતિબંધની ચેતવણી છતા ભારત રશિયા પાસેથી શક્તિશાળી એસ 400 ટ્રાયંફ મિસાઇલ સિસ્ટમની ખરીદી કરશે. આ માટે ભારત આગળ વધી રહ્યું છે. એસ 400ને રશિયાની સૌથી શ્રેષ્ઠ લાંબા અંતર સુધી સતહથી સતહ પર માર કરનારી શક્તિશાળી મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ગત મહિને રશિયાએ કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોની ચેતવણી છતાં એસ 400 મિસાઇલ પ્રણાલીને પહેલી ખેપની આપૂર્તિ સહિત વર્તમાન ડીલને આગળ વધારી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, ભારતે ઑક્ટોબર 2018માં રશિયાથી 5 એસ 400 મોબાઇલ સ્કવાડ્રન ખરીદવા માટે 5.43 અરબ ડોલરની ડીલ કરી હતી. ભારત આ મિસાઇલ પ્રણાલી માટે રશિયાને વર્ષ 2019માં 80 કરોડ ડોલરની પહેલા હપ્તાની ચૂકવણી કરી હતી. ત્યારે આ મિસાઇલ સિસ્ટમ એપ્રિલ 2023 સુધી ભારત આવવાની શક્યતા છે.

ખાસિયત

આ શક્તિશાળી મિસાઇલની ખાસિયત વિશે વાત કરીએ તો આ મિસાઇલ પ્રણાલી અંદાજે 380 કિમીની રેન્જમાં ડ્રોન, લડાકૂ વિમાન, જાસૂસી વિમાન, મિસાઇલ તેમજ બોમવર્ષક વિમાનોને ઓળખીને તેને વેધીને ચકનાચૂર કરવામાં સક્ષમ છે. રક્ષા મંત્રાલયના સૂત્રોનુસાર ચીન અને પાકિસ્તાનના સંકટને જોતા તેને પશ્વિમી, ઉત્તર અને પૂર્વ સેક્ટરમાં તૈનાત કરાશે.

આ મિસાઇલ ભારતમાં આવી પહોંચે તે પહેલા 100 અધિકારીઓની એક મોટી ટીમ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં રશિયા જશે. આ અધિકારીઓ ત્યાં એસ 400ને ચલાવવા અને તેની જાળવણીને લઇને સંપૂર્ણ પ્રશિક્ષણ લેશે.

મહત્વનું છે કે, એક  ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ રવિવારે રક્ષા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી હતી કે સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આની ડિલીવરી શરુ થશે. એસ 400ની પહેલી સ્ક્વાડ્રન ભારતમાં 2021ના અંત અથવા 2022ની શરુઆતમાં કામ કરવાનું શરુ કરી દેશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code