
- પ્રભુ શ્રીરામના ભક્તો માટે શુભ સમાચાર
- IRCTC રામાયણ સ્પેશિયલ ટ્રેન ચાલુ કરશે
- ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે
નવી દિલ્હી: પ્રભુ શ્રીરામના ભક્તો માટે એક શુભ સમાચાર છે. ભારતીય રેલવે હવે રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેનથી ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે.
ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહિત કરવાના હેતુસર IRCTCએ દેખો અપના દેશની પહેલ હેઠળ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
આ ખાસ પ્રવાસી ટ્રેન 7 નવેમ્બરના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને પ્રવાસીઓને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તમામ મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે લઈ જશે.
तैयार हो जाइए दिव्यता व आध्यात्मिकता से परिपूर्ण अलौकिक श्री रामायण यात्रा के लिए, क्योंकि आईआरसीटीसी आपके लिए लाया है एक अनूठी यात्रा योजना जिसमें आप भगवान श्रीराम के जीवन से जुड़े सभी स्थलों का दर्शन लाभ प्राप्त कर सकेंगे। https://t.co/B2R5dX84zRhttps://t.co/8IAVCTAuhT
— IRCTC (@IRCTCofficial) September 3, 2021
સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ કરીને, આ ટ્રેનનો પ્રથમ સ્ટોપ ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ અયોધ્યા હશે, જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભારત મંદિરની મુલાકાત લેવામાં આવશે.
આ ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર મશીન, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ હશે. પેસેન્જર કોચ આ સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ, ઇલેક્ટ્રોનિક લોકર્સ અને CCTV કેમેરા પણ લગાવાશે.
એસી ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલ માટે 1 લાખ 2 હજાર 95 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે 2 ટાયર એસી કોચ માટે 82 હજાર 950 રૂપિયા ચૂકવવા પડશે. આ ટ્રીપ બુક કરવા માટે ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ. તમે IRCTC ની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.