 
                                    - NIAએ જમ્મૂ કાશ્મીરમાં મોટી કાર્યવાહીની શરૂઆત કરી
- NIAએ અત્યારે અનંતનાગ સહિતના વિસ્તારોમાં રેડ પાડી
- આ દરમિયાન NIAએ કાશ્મીરથી પાંચ લોકોની ધરપકડ કરી
નવી દિલ્હી: NIAએ જમ્મૂ કાશ્મીરમાં મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે. NIAએ અત્યારે જમ્મૂ કાશ્મીરના અનંતનાગ સહિત અનેક ઠેકાણાઓ પર રેડ પાડી હતી. NIAની ટીમ સાથે ઘટનાસ્થળ પર મોટી માત્રામાં સુરક્ષા દળ હાજર છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દરમિયાન NIAએ કાશ્મીરથી પાંચ લોકોની ધરપકડ કરી છે. ચાર લોકોને અનંતનાગ અને 1 આરોપીને શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામનો સંબંધ ટેરર ફંડિગ કેસ સાથે છે.
એનઆઇએ કાશ્મીર ઘાટીમાં અનંતનાગના ઉપરાંત શ્રીનગર, અવંતીપોરા અને બારામૂલામાં પણ રેડ પાડી છે. આ રેડ દસ વર્ષ જૂના કેસ સાથે સંબંધમાં કરવામાં આવી છે. જેનો સંબંધ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના મોડ્યૂલ (ISIS Module Case) સાથે છે.
મહત્વનું છે કે, આઇએસઆઇએસ (ISIS) માં જોડાવવા માટે ભારતીય યુવાનોને ઓનલાઇનના માધ્યમથી ઉશ્કેરવામાં આવતા હતા. તેમનું બ્રેનવોશ કરવામાં આવી રહ્યું હતું. તેના તાર શ્રીલંકા અને માલદીવ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

