
- જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી
- આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું
- જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે
જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આગમાં કેસ કાઉન્ટર સળગીને ખાક થઇ ગયું છે, જો કે હવે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, આ આગમાં રૂમ નંબર 4 અને આસપાસનું પરિસર બળીને ખાક થઇ ગયું છે. જો કે આગને કારણે કોઇ જાનહાનિના સમાચાર નથી. પોલીસ સૂત્રો અનુસાર માતા વૈષ્ણોદેવી મંદિર પરિસર સ્થિત કાલિકા ભવનની ઇમારતમાં આગ લાગી હતી.
આગનું કારણ હજુ માલૂમ નથી પડ્યું જો કે સંભવત: શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આ પરિસરમાં સ્થિત એક ઇમારતમાં કાઉન્ટિંગ હોલ છે, તે સળગીને ખાક થઇ ગયો છે. આ જ હોલમાં ભક્તોના ચઢાવાની પણ ગણતરી થાય છે. આગની અસર ભૌરોં ઘાટ સુધી જોવા મળી હતી.