1. Home
  2. ગુજરાતી
  3. હરદીપસિંહ પુરીએ વ્યક્ત કર્યો આશાવાદ, આગામી 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે
હરદીપસિંહ પુરીએ વ્યક્ત કર્યો આશાવાદ, આગામી 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે

હરદીપસિંહ પુરીએ વ્યક્ત કર્યો આશાવાદ, આગામી 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે

0
  • સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થશે
  • કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો
  • આગામી વર્ષે 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે: હરદીપસિંહ પુરી

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થઇ જશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેન્દ્રના આવાસ અને શહેરી મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરી અનુસાર વર્ષ 2022માં નવા સેન્ટ્રલ વિસ્ટા પર 26 જાન્યુઆરીની પરેડ યોજાશે. જ્યારે આગામી વર્ષે સંસદનું શિયાળુ સત્ર પણ નવા સંસદ ભવનમાં જ બોલાવવામાં આવશે.

દિલ્હીમાં નવા ડિફેન્સ બ્લોકના ઉદ્દઘાટન દરમિયાન હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, હું પીએમ મોદીને આશ્વસન આપવા માંગુ છું કે, સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ અઢી મહિનામાં બનીને તૈયાર થઇ જશે. જ્યાં આગામી વર્ષે 26 જાન્યુઆરીની પરેડ યોજાશે. નવા ડિફેન્સ બ્લોકનું કામ પણ માત્ર 12 મહિનામાં પૂર્ણ થયું છે અને તેમાં નવી ટેકનિક લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, હવે રક્ષા મંત્રાલયના કર્મચારીઓ હવે નવા બ્લોકમાં કામ કરશે અને જૂની ઓફિસો ખાલી થવાના કારણે સેન્ટ્રલ વિસ્ટાના વિકાસ માટે 50 એકર જમીન મુક્ત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.