- આતંકી ફંડિગ કેસમાં NIA એક્શનમાં
- જમાત-એ-ઇસ્લામીના અનેક સ્થળો પર રેડ
- આતંકી ફંડિગનો આરોપ
નવી દિલ્હી: અત્યારે ટેરર ફંડિંગ કેસમાં પ્રતિબંધિત કરાયેલા જમાત-એ-ઇસ્લામી જૂથ વિરુદ્વ છેલ્લા કેટલાક દિવસથી તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં આજે NIAએ તેના કેડર વિરુદ્વ રહેણાંક જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. શ્રીનગર, બડગામ, ગાંદરબલ, બારામુલ્લા, કુપવાડા, બાંદીપોરા, અનંતનાગ, શોપિયાં, પુલવામા, કુલગામ, રામબનમાં દરોડા પાડવામાં આવ્યા છે.
NIA અધિકારીઓ દ્વારા જે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તેઓ ગાંદરબલ, શ્રીનગર, કુપવાડા, બાંદીપોરા, રાજૌરી અને ડોડા જીલ્લાના હતા. અધિકારીઓ JEI કેસ સાથે સંબંધિત કેટલાક વધુ લોકોને શોધી રહ્યાં છીએ અને તેઓને ટૂંક સમયમાં બોલાવાશે.
NIAએ સર્ચ દરમિયના દસ્તાવેજો, ડિજીટલ સાધનો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે.
પૂંચ જિલ્લામાં દા-બાગ (TFC) સુલભ બનાવવામાં આવ્યું હતું. NIAએ 16 ડિસેમ્બર, 2016ના રોજ FIR દાખલ કરી અને 9 ડિસેમ્બર, 2016ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ તપાસ શરૂ કરી. તપાસ ક્રોસ-એલઓસી વેપાર માર્ગો દ્વારા આતંકવાદી ભંડોળ વિશેના ઇનપુટ્સ પર આધારિત છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મૂ-કાશ્મીરના 4 જીલ્લાના અનેક સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને આતંકી કાવતરાની દિશામાં આતંકીઓના ચાર કથિત સહયોગીઓની પણ ધરપકડ કરી હતી. અત્યારસુધીમાં NIA એક્શન લેતા 9 આરોપીઓની ધરપકડ કરી છે