
દેશની દિકરીઓ હવે સૈન્ય સ્કૂલમાં પ્રવેશ લઇ રહી છે, મને ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે: PM મોદી
- પીએમ મોદીએ રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીમાં ભાગ લીધો
- આ દરમિયાન તેઓએ આપ્યું સંબોધન
- કહ્યું – ગર્વ છે કે મેં પણ NCCમાંથી તાલીમ લીધી છે
નવી દિલ્હી: દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલી યોજાઇ હતી. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ આપ્યું હતું.
આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું. તેઓએ કહ્યું કે, અત્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. જ્યારે એક યુવાન દેશ આ પ્રકારના ઐતિહાસિક અવસરનો સાક્ષી બને છે ત્યારે તેના ઉત્સવમાં એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. અહીં ઉત્સાહ હાલ કરિયપ્પા ગ્રાઉન્ડમાં જોઇ રહ્યો છું. મને ગર્વ છે કે, હું પણ આપની માફક NCCનો સક્રિય કેડેટ રહ્યો છું. મને NCCમાં જે પણ તાલીમ પ્રાપ્ત થઇ છે, જે જાણવા અને શીખવા મળ્યું. તેનાથી આજે દેશ પ્રતેયની દરેક જવાબદારીઓને નિભાવવાની તાકાત મળે છે.
દેશમાં અત્યારે NCCને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો સતત ચાલુ છે. આજે દેશ નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે. NCCને વધુ મજબૂત કરવા માટે દેશમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષોમાં અમે દેશના સરહદી વિસ્તારમાં 1 લાખ નવા કેડેટ્સ બનાવ્યા છે. હવે દેશની દિકરીઓ સૌનિક સ્કૂલોમાં પ્રવેશ લઇ રહી છે. સેનામાં મહિલાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. એરફોર્સમાં દેશની દિકરીઓ લડાકૂ વિમાન ઉડાવી રહી છે.
આજે અત્યારે જેટલા પણ યુવાન-યુવતીઓ NCC, NSSમાં છે. તેમાંથી મોટા ભાગના આ શતાબ્દીમાં જ જન્મયા છે. આપે પણ ભારતને વર્ષ 2047 સુધી લઇ જવાનું છે. માટે આપના પ્રયાસો, સંકલ્પો, સંકલ્પોની સિદ્વિ, ભારતની સિદ્વિ બની રહેશે. ભારતની સફળતા હશે. જે દેશનો યુવાન, રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે આગળ વધવા લાગે છે, તેને વિશ્વની કોઇ તાકાત રોકી શકતું નથી.