1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો

PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો

0
Social Share
  • સોમનાથમાં PM મોદીએ અનેકવિધ યોજનાની શરૂઆત કરી
  • પીએમ મોદીએ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો
  • પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવાશે અને આની ઉંચાઇ 71 ફૂટ હશે

નવી દિલ્હી: ઐતિહાસિક સોમનાથ મંદિરની ભવ્યતામાં હવે વધારો થયો છે. પીએમ મોદીએ આજે સોમનાથ મંદિરમાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને નવીનકૃત અહિલ્યાબાદ હોલકર મંદિરનું ઉદ્વાટન કર્યું હતું. તે ઉપરાંત શ્રી પાર્વતી મંદિરનો પણ શિલાન્યાસ કર્યો. આપને જણાવી દઇએ કે પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવાશે અને આની ઉંચાઇ 71 ફૂટ હશે.

વિવિધ નજરાણાના ઉદ્વાટન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, શ્રાવણ મહિનામાં આ મોટી શરૂઆત છે. સોમનાથ મંદિર અમારા વિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ થયા હતા.

અમિત શાહે કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, પીએમ મોદીએ મુખ્યમંત્રી તરીકે જ સોમનાથ મંદિરના વિકાસની શરૂઆત કરી હતી. આજે ઑનલાઇન માધ્યમ દ્વારા લોકો આ મંદિરના દર્શન કરી રહ્યાં છે. આ મંદિર પર અનેકવાર અતિક્રમણ થયું, હુમલા થયા પરંતુ વારંવાર આ મંદિરનો જીણોદ્વાર કરવામાં આવ્યો.

અહિલ્યાબાઈ હોલકર હજુ સુધી જૂના સોમનાથ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આના નવીનીકરણ પર 3.5 કરોડ રૂપિયા ખર્ચ થશે. ત્યાં લગભગ એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન પથના નિર્માણ પર લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code