1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્રમાં પૂરનું સંકટ, ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કરાઇ રદ્દ
મહારાષ્ટ્રમાં પૂરનું સંકટ, ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કરાઇ રદ્દ

મહારાષ્ટ્રમાં પૂરનું સંકટ, ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કરાઇ રદ્દ

0
Social Share
  • મહારાષ્ટ્રમાં પૂરને સંકટને કારણે ગુજરાતમાંથી અનેક ટ્રેન કેન્સલ કરાઇ
  • અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થશે
  • ગુજરાતમાં નીકળતી અનેક ટ્રેનોને અસર થવા પામી છે

અમદાવાદ: મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ટ્રેન સેવા અવિરતપણે ચાલુ જ રહેતી હોય છે. જો કે કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભૂસ્ખલન અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઇ જવાથી ગુજરાતમાં નીકળતી અનેક ટ્રેનોને અસર થવા પામી છે. જેમાં અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થશે. મહારાષ્ટ્રમાં પણ પૂરની સ્થિતિને કારણે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.

રદ થયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે સ્પેશિયલ 25 થી 27 જુલાઈ 2021 સુધી રદ રહેશે.
  • ટ્રેન નંબર 02298 પુણે – અમદાવાદ સ્પેશિયલ 24 થી 26 જુલાઈ 2021 સુધી રદ રહેશે.
  • ટ્રેન નંબર 02907 મડગાંવ – હાપા સ્પેશિયલ 23 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 06337 ઓખા – એર્નાકુલમ સ્પેશિયલ 24 જુલાઈ 2021 ના રોજ રદ રહેશે.
  • 24 જુલાઈ 2021 ના રોજ કોલ્હાપુરથી ચાલતી  ટ્રેન નંબર 01050 છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ કોલ્હાપુર – અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • 25 જુલાઇ 2021 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 01049 અમદાવાદ – છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ કોલ્હાપુર સ્પેશિયલ પેરીંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09494 પુરી-ગાંધીધામ સ્પેશિયલ 26 જુલાઈ અને 02 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09493 ગાંધીધામ – પુરી સ્પેશિયલ 30 જુલાઇ અને 06 ઓગસ્ટ 2021 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નંબર 09578 જામનગર – તિરુનેલવેલી સ્પેશિયલ 24 જુલાઇ 2021 ના રોજ રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ 

  • 23 જુલાઈ 2021 ના રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ વાયા પુના, દૌંડ, હોટગી, ગડગ અને હુબલી થઈને દોડશે.
  • 23 જુલાઈ 2021 ના રોજ તિરુચિરાપલ્લીથી દોડતી ટ્રેન નંબર 02498 તિરુચિરાપલ્લી – શ્રી ગંગાનગર સ્પેશિયલ વાયા હુબલી, ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.
  • 23 જુલાઈ 2021 ના રોજ  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર સ્પેશિયલ વાયા ગડગ, હોટગી, દૌંડ અને પુણે થઈને દોડશે.
  • 23 જુલાઇ 2021 ના રોજ ટ્રેન નંબર 06335 ગાંધીધામ – નાગરકોઇલ સ્પેશિયલ  વાયા સુરત, જલગાંવ, બલ્લારશાહ, ગુડુર અને શોરાનુર થઈને દોડશે.
  • 23 જુલાઇ 2021 ના રોજ અજમેરથી દોડતી ટ્રેન નંબર 02978 અજમેર – એર્નાકુલમ સ્પેશિયલ વાયા સુરત, જલગાંવ, વર્ધા, બલ્લારશાહ, વિજયવાડા, ઇરોડ અને શોરાનુર થઈને દોડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code