
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા, યોગી મંત્રીમંડળનો વિસ્તાર, 7 નવા ચહેરા થયા સામેલ
- ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીનું જાતિય સમીકરણ
- યોગી કેબિનેટમાં 7 નવા ચહેરા સામેલ થયા
- આ નવા ચહેરાઓને મળ્યું સ્થાન
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાથી ત્યાં પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ઉત્તર પ્રદેશની સરકારમાં 7 નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદી બહેન પટેલે રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, યુપી કેબિનેટ વિસ્તારમાં સૌ પ્રથમ જિતિન પ્રસાદે મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. જિતિન પ્રસાદ ઉત્તરપ્રદેશના મોટા બ્રાહ્મણ નેતા છે. 9 જૂન 2021ના તે ભાજપમાં સામેલ થયા હતા. પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહ્યા છે અને કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થયા છે.
આ નેતાઓ મંત્રીમંડળમાં સામેલ થયા
– આગ્રાના એમએલસી ધર્મવીર પ્રજાપતિએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
– દિનેશ ખટિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.
– સંજીવ કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.
– ગાઝીપુર સદર સીટથી ધારાસભ્ય સંગીતા બલવંત બિંદૂએ રાજયમંત્રી તરીકે શપથ લીધા છે.
– યૂપીના બલરામપુરથી ધારાસભ્ય પલટૂ રામે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
– બરેલીની બહેડી સીટથી ધારાસભ્ય છત્રપાલ ગંગવારે પણ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.