
- આજે શૌર્યના પર્યાય એવા વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ
- પીએમ મોદીએ પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી
- અસમની સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેમને હંમેશા યાદ કરાશે: પીએમ મોદી
નવી દિલ્હી: આજે અસમના પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના જનરલ અને વીર યોદ્વા લચિત બોરફૂકનની પુણ્યતિથિ છે ત્યારે પીએમ મોદીએ તેમની પુણ્યતિથિ પર તેમને શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી અને કહ્યું હતું કે, તેઓને પરાક્રમ, શૌર્ય અને ગૌરવના પથપ્રદર્શકની સાથેજ અસમની આગવી સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
Today, on Lachit Diwas, I pay tributes to the brave Lachit Borphukan. He is widely remembered as the torchbearer of valour, honour and the upholder of the splendid culture of Assam. He remained committed to the ideals of equality, justice and dignity for all.
— Narendra Modi (@narendramodi) November 24, 2021
તેમની પુણ્યતિથિ પર શ્રદ્વાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ઑલ લચિત દિવસ પર હું બહાદુર લચિત બોરફૂકનને શ્રદ્વાંજલિ અર્પણ કરું છું. તેઓને પરાક્રમ અને ગૌરવના પથપ્રદર્શક તેમજ અસમની અનુઠી સંસ્કૃતિના સંરક્ષકના રૂપમાં વ્યાપકપણે યાદ કરવામાં આવે છે. તેઓ સમાનતા, ન્યાય તેમજ દરેક માટે સન્માન જેવા આદર્શો પ્રત્યે સમર્પિત રહ્યા હતા.”
નોંધનીય છે કે, બોરફૂકન અસમના પૂર્વવર્તી અહોમ સામ્રાજ્યના એક સેનાપતિ હતા. સરાયઘાટના 1671ના યુદ્વ દરમિયાન તેઓના નેતૃત્વ માટે તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે જ્યારે તેઓએ અસમ પર કબ્જો મેળવવાના મુગલ સેનાના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ વિજય દિવસની યાદમાં જ અસમમાં 24 નવેમ્બરના રોજ લચિત દિવસ મનાવવામાં આવે છે. અસમના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીના તટો પર સરાયઘાટનું યુદ્વ થયું હતું.