
- ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
- આ વચ્ચે હવે ટ્વિટરના વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે આપ્યું રાજીનામું
- ટ્વટિરે તેની વેબસાઇટ પરથી પણ તેમનું નામ હટાવ્યું
નવી દિલ્હી: હાલમાં સરકાર અને ટ્વિટર વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે ત્યારે ટ્વિટર ભારતે નવા IT નિયમો હેઠળ નિયુક્ત કરેલા વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું આપ્યું છે અને કેટલાંક સંબંધિત સૂત્રોએ આ બાબતને સમર્થન આપ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ટ્વિટર તેમનું નામ પણ વેબસાઇટ પરથી હટાવી દીધું છે.
આપને જણાવી દઇએ કે 25મી મેથી લાગૂ થયેલા નવા IT નિયમો પ્રમાણે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા કંપનીઓએ યૂઝર્સ કે કોઇ પીડિતને ફરિયાદ હોય તો તેના નિવારણ માટે એક ફરિયાદ તંત્ર ગોઠવવાની સૂચના અપાઇ છે.
50 લાખથી વધુ યુઝર ધરાવતી દરેક સોશિયલ મીડિયા કંપનીએ ફરિયાદ નિવારણ માટે વચગાળાના અધિકારીની નિમણૂક કરવી જરૂરી છે. આ ઉપરાંત આ અધિકારીની કોન્ટેક્ટ ડિટેઇલ પણ કંપનીએ પ્રકાશિત કરવાની રહેશે. ભારત સરકાર અને ટ્વિટર ભારત વચ્ચે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વચગાળાના અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું આપતા આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.