1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સંરક્ષણ ક્ષેત્ર થશે મજબૂત, સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોન ખરીદાશે
સંરક્ષણ ક્ષેત્ર થશે મજબૂત, સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોન ખરીદાશે

સંરક્ષણ ક્ષેત્ર થશે મજબૂત, સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોન ખરીદાશે

0
Social Share
  • ભારત સંરક્ષણ ક્ષેત્રે થશે વધુ મજબૂત
  • હવે સંરક્ષણની ત્રણેય પાંખો માટે 30 અમેરિકી ડ્રોનની ખરીદી કરાશે
  • આ સમજૂતિ પાછળ રૂ.220 અબજનો ખર્ચ થાય તેવી સંભાવના

નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત બની રહ્યું છે. હવે સંરક્ષણની ત્રણેય પાંખો માટે અમેરિકી બનાવટના 30 ઘાતક ડ્રોન વિમાનો ખરીદવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. આ વિમાનો માટે અત્યારે કિંમત 2 અબજ ડોલર (220 અબજ રૂપિયા) નિર્ધારિત થયા છે. પરંતુ જ્યારે ઓર્ડર અપાય ત્યારે કિંમત વધી જવાની પૂરી શક્યતા છે.

આ અંગેનો અંતિમ નિર્ણય તો ટૂંકમાં સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ લેશે. પરંતુ આ ખરીદી કરવાનું સરકારે મન બનાવી લીધું હોવાનો અહેવાલ મીડિયામાં પ્રગટ થયો હતો.

ત્રણેય પાંખો ડ્રોનની આવશ્યકતાઓને જોતા તેની ખરીદી માટે સંમત થઇ છે. આ મહિને અમેરિકાના નવા સંરક્ષણ મંત્રી લોય્ડ ઓસ્ટિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન ટાણે આ ડિલ આગળ વધે તેવી પૂરી શક્યતા સેવાઇ રહી છે. અમેરિકી બનાવટના ડ્રોન વિમાનો ઘાતક છે અને ઉત્તમ પરિણામ આપી શકે છે.

નૌકાદળમાં યુદ્ધજહાજ પર 23 વર્ષ પછી મહિલા તૈનાત

1998 પછી પહેલી વાર ભારતીય નૌકાદળે ચાર મહિલા ઓફિસર્સને યુદ્ધજહાજ પર તૈનાત કરી હતી. આ પૈકી બે મહિલાઓને ભારતના સૌથી મોટા જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર જ્યારે બે મહિલાઓને નેવલ ટેન્કર શીપ આઈએનએસ શક્તિ પર તૈનાત કરાઈ છે.

શક્તિ પર તૈનાત કરેલી બે મહિલાઓ પૈકી એક ડૉક્ટર પણ છે. સૈન્યની ત્રણેય પાંખોમાં મહિલા-પુરૂષ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી. પરંતુ એલઓસી પર કે નૌકા જહાજોમાં ક્યારેક મહિલાઓ માટે પુરતી સગવડ થઈ શકતી હોતી નથી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code