મૂળ ભારતીય અમેરિકાની નેતા નિક્કી હેલીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની કરી જાહેરાત
- મૂળ ભારતીય નિક્કી હેલીની જાહેરાત
- યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
દિલ્હીઃ- વિદેશઓમાં પણ મૂળ ભારતીયો રાજનૈતિક સત્તાઓ સંભાળી રહ્યા છે દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ મૂળ ભારતીય મહિલાઓ પોતાને ઉચ્ચપદ પર જોવા માંગે છે આ માટે તેઓ અથાગ પ્રયત્નો અને મહેન ત કરે છે અને તેના કારણએ જ અમેરિકાની સત્તામાં મૂળ ભારતીય મહિલાનો પણ બદબદો જોવા મળે છએ ત્યારે વધુ એક મૂળ ભારતીય મહિલા નેતાએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે.
હેલીએ જણાવ્યું હતું કે નેતૃત્વની નવી પેઢીનો સમય આવી ગયો છે,”તેની ટીમે ઈમેલ દ્વારા મોકલેલ વિડિયોમાં જણાવ્યું હતું કે તે 2024ના એકમાત્ર જાહેર કરાયેલ ઉમેદવાર તરીકે ટ્રમ્પમાં જોડાઈ હતી.
દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર નિક્કી હેલીએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ રીતે તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકારનાર પ્રથમ રિપબ્લિકન બની ગઈ છે.
હેલીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે હવે નવી પેઢી માટે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. હેલીનો જન્મ બેમ્બર્ગ, દક્ષિણ કેરોલિનામાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. જો હેલી 2024 માટે રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન જીતશે તો તે આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા અને એશિયન અમેરિકન મહિલા તરીકે ઈતિહાસ રચાશે જે ભારત માટે પણ ગૌરવની વાત હશે.