1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાની મૂળ મહિલાએ પીએમ મોદી માટે મોકલી રાખડી અને લખ્યો ખાસ પત્ર – ફરી PM બનવાના આપ્યા બહેને આશિર્વાદ
પાકિસ્તાની મૂળ મહિલાએ પીએમ મોદી માટે મોકલી રાખડી અને લખ્યો ખાસ પત્ર – ફરી PM બનવાના આપ્યા બહેને આશિર્વાદ

પાકિસ્તાની મૂળ મહિલાએ પીએમ મોદી માટે મોકલી રાખડી અને લખ્યો ખાસ પત્ર – ફરી PM બનવાના આપ્યા બહેને આશિર્વાદ

0
Social Share
  • પાકિસ્તાનથી પીએમ મોદી માટે રાખડી આવી
  • એક બહેને પીએમ મોદીની ફરી પ્રધાનમંત્રી બનવાના આશિષ આપ્યા

 

દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,તે માત્ર દેશના જ નહી પરંતુ દેશની બહાર પણ લોકલાડીલા નેતા બન્યા છે તેમણએ પોતાના કાર્યોથી લોકોના દિલ જીત્યા છે ત્યારે હવે  આવનારા પવિત્રા તહેવાર રક્ષાબંધન નિમિત્તે પાકિસ્તાનની એક બહેને પીએમ મોદી માટે રાખડી મોલકલાવી છે.

શેખ લગ્ન બાદ ભારતમાં  આવીને રહેવા લાગ્યા છે. તે છેલ્લા 24-25 વર્ષથી પીએમ મોદીને રાખડી મોકલી રહી છે. શેખે કહ્યું, તેમણે પહેલીવાર રાખડી ત્યારે બાંધી હતી જ્યારે પીએમ મોદી આરએસએસના કાર્યકર હતા.પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે કહ્યું કે, રાખીની સાથે તેણે પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમના સારા સ્વાસ્થ્ય અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાવાની શુભેચ્છા પાઠવી છે.

જાણકારી પ્રમાણે પીએમ મોદીને રાખડી મોકલનાર પાકિસ્તાની મૂળ મહિલાનું નામ કમર મોહસીન શેખ છે. રાખડી મોકલવાની સાથે તેણે 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જીત માટે આશિર્વાદ પણ આપ્યા  છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે. 

આ સહીત એ મહિલાએ પીએમ મોદી માટે કહ્યું કે તે એક વખત જરુર થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે,વધુમાં તે જણાવે છે કે  આ વખતે વડાપ્રધાન મોદી તેમને મળવા માટે દિલ્હી પણ  બોલાવશે. મેં રક્ષાબંધનની તમામ તૈયારીઓ કરી લીધી છે

જો રાખડી વિશે કહીએ તો આ મહિલાનું કહેવું છે કે તેણએ આ રાખડી સિલ્કની રિબીન પર વર્ક કરીને પોતે શાક પીએમ મોદી માટે બનાવી છે આ સાથે જ તે કહે છે કે ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે તેમાં કોઈ  જ શંકા નથી. પીએમ મોદીના તેણે ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું કે તેઓમાં તમામ એવા ગુણો છે જે એક વડાપ્રધાનમાં હોવા જોઈએ. આ મૂળ પાકિસ્તાની એજ મહિલા છે જે દર વર્ષે પીએમ મોદીને શુભકામનાઓ સાથે રાખડી મોકલે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code