1. Home
  2. ગુજરાતી
  3. ચીનના પડકાર સામે નૌસેના બનશે વધુ મજબૂત – બેડામાં સામેલ થશે સબમરિન અને મિસાઈલ ડિસ્ટ્રોયર 
ચીનના પડકાર સામે નૌસેના બનશે વધુ મજબૂત – બેડામાં સામેલ થશે સબમરિન અને મિસાઈલ ડિસ્ટ્રોયર 

ચીનના પડકાર સામે નૌસેના બનશે વધુ મજબૂત – બેડામાં સામેલ થશે સબમરિન અને મિસાઈલ ડિસ્ટ્રોયર 

0
Social Share
  • નૌસેનાની તાકાત થશે બમણી
  • નૌસેનામાં  ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનો પણ થશે સમાવેશ
  • નૌસેનાના બેડામાં કલવરી શ્રેણીની સબમરિન થશે સામેલ

દિલ્હીઃ- દેશની સરકાર દેશની ત્રણય સેનાોને વધુ તાકતવર અને મજૂબ બનાવવાની દિશામાં સતત કાર્યશીલ રહી છે, અને તેના પરિણામ પણ સકારાત્મક જોઈ શકાય છે ત્યારે હવે દેશની નૌકાદળ પણ વધુ મજબૂત બનવાની દિશામાં આગળ વધી રહી છે.

આ સાથે જ  હિંદ મહાસાગરમાં વધતા ચીનનના પડકાર પર ખાસ દ્યાન કેન્દ્રીત કરીને સુરક્ષા વાતાવરણને સહજ સરળ બનાવવા  નૌસેના પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા આવનારા અઠવાડિયા સુધીમાં પોતાના બેડામાં ખાસ સબમરીન સમાવેશ કરવા જઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે આવનારા સપ્તાહમાં નૌસેનામાં એક ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર અને કલવરી શ્રેણીની સબમરિન સામેલ કરવામાં આવશે જેનાથી નૌસેનાની તાકાત બમણી થશે અને ચીન સામેના સમુદ્ધી પડકારમાં લડવામાં મોટી મદદ મળી રહેશે.

આ મામલે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિસ્ટ્રોયર વિશાખાપટનમમાં 21 નવેમ્બરના રોજ સમાવેશ પામશે જ્યારે  સબમરિન વેલા 25 નવેમ્બરના રોજ ઇન્ડિયન નેવીનો ભાગ બનશે.આ મામલે  હિસઇન્ડિયન નેવીના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ સતીશ નામદેવ ઘોરમડેએ કહ્યું હતું કે  સ્ટ્રોયર વિશાખાટનમ 21 નવેમ્બરે જ્યારે સબમરિન વેલાને 25 નવેમ્બરે નૌસેનાને સોંપવામા આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code