Site icon Revoi.in

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી પ્રધાનમંત્રીને મળ્યા

Social Share

નવી દિલ્હીઃ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થિરુ સીપી રાધાકૃષ્ણનજી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, “થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યા. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ મારી શુભેચ્છાઓ પાઠવી. તેમની લાંબા વર્ષોની જાહેર સેવા અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ આપણા રાષ્ટ્રને ખૂબ સમૃદ્ધ બનાવશે. તેઓ હંમેશા જે સમર્પણ અને સંકલ્પ દર્શાવતા આવ્યા છે તે જ સમર્પણ અને સંકલ્પ સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે તેવી પ્રાર્થના.

દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સર્વસંમતિ બનાવવા માટે તૈયારીઓ તેજ કરી છે. દરમિયાન રાજનાથ સિંહે રવિવારે રાત્રે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો અને એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન માટે સમર્થન પણ માંગ્યું હતું.

એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને તેના એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ એનડીએ ઉમેદવાર તરીકે રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું હતું. રાધાકૃષ્ણન તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને રાજ્યપાલ તરીકે લાંબા સમયથી વહીવટી અનુભવ ધરાવે છે.